Gandhinagar/ આજથી ખુલશે અક્ષરધામ મંદિર, કોરોના સંક્રમણ વધતા કરાયુ હતુ બંધ

કોરોનાવાયરસનાં ફેલાવને જોતા દેશમાં લગભગ દરેક મંદિરો બંધ જોવા મળ્યા હતા. જો કે હવે ધીરે ધીરે ધંધા-રોજગાર ખુલી રહ્યા છે, ત્યારે ભક્તો છેલ્લા ઘણા સમયથી તેમની આસ્થાનાં દ્વાર એટલે કે મંદિરો ખોલવાની રાહ જોઇ રહ્યા હતા. જો કે ઘણા મંદિરો આજે પણ ખુલ્યા નથી અને ઘણા અમુક સમયાંતરે ખુલી રહ્યા છે. જણાવી દઇએ કે, ગાંધીનગરમાં […]

Gujarat Others
sss 16 આજથી ખુલશે અક્ષરધામ મંદિર, કોરોના સંક્રમણ વધતા કરાયુ હતુ બંધ

કોરોનાવાયરસનાં ફેલાવને જોતા દેશમાં લગભગ દરેક મંદિરો બંધ જોવા મળ્યા હતા. જો કે હવે ધીરે ધીરે ધંધા-રોજગાર ખુલી રહ્યા છે, ત્યારે ભક્તો છેલ્લા ઘણા સમયથી તેમની આસ્થાનાં દ્વાર એટલે કે મંદિરો ખોલવાની રાહ જોઇ રહ્યા હતા. જો કે ઘણા મંદિરો આજે પણ ખુલ્યા નથી અને ઘણા અમુક સમયાંતરે ખુલી રહ્યા છે. જણાવી દઇએ કે, ગાંધીનગરમાં આવેલ અક્ષરધામ મંદિર પણ હવે આજથી ખુલવા જઇ રહ્યુ છે.

sss 17 આજથી ખુલશે અક્ષરધામ મંદિર, કોરોના સંક્રમણ વધતા કરાયુ હતુ બંધ

રાજ્યનાં પાટનગર ગાંધીનગરમાં આવેલ અક્ષરધામ મંદિર છેલ્લા ઘણા સમયથી બંધ હતુ, જેને આજથી ખોલવમાં આવશે. જણાવી દઇએ કે, અક્ષરધામ મંદિર સાંજે 4.00 થી 7.30 સુધી ખુલ્લુ રહેશે. આ દરમિયાન અક્ષરધામની મુલાકાતે આવી રહેલા લોકો અહી આવેલ વોટર શો ની મજા પણ માણી શકશે. જણાવી દઇએ કે, BAPS સંસ્થા દ્વારા મંદિરને પુનઃ ખોલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. છેલ્લા ઘણા મહિનાઓથી કોરોના સંક્રમણ વધતા મંદિર ભક્તો માટે બંધ કરાયું હતું.

sss 18 આજથી ખુલશે અક્ષરધામ મંદિર, કોરોના સંક્રમણ વધતા કરાયુ હતુ બંધ

ઉલ્લેખનીય છે કે, દિવાળી બાદ રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણને જોતા તકેદારીના ભાગરુપે રાજ્યના પાટનગર ગાંધીનગર સ્થિત અક્ષરધામ મંદિરને 30 નવેમ્બર સુધી ભક્તો માટે બંધ રાખવામાં આવ્યું હતું. જો કે હવે BAPS સંસ્થા દ્વારા મંદિરને પુન: ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોનાનાં સંક્રમણને ફેલાતુ અટકાવવા માટે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું જે બાદ અક્ષરધામ મંદિરને આઠેક મહિના બાદ દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવ્યું છે. આ દરમિયાન પણ કોવિડ ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવામાં આવ્યું હતુ. જો કે તે સમયે અક્ષરધામમાં આકર્ષણનું કેન્દ્ર રહેલા પ્રદર્શનને બંધ રાખવામાં આવ્યું હતું.

દેશમાં કોરોનાની ગતિમાં લાગી બ્રેક, છેલ્લા 24 કલાકમાં નોંધાયા જાણો કેટલા કેસ

શું તમે જાણો છો વિશ્વ એઇડ્સ દિવસ કેમ મનાવવામાં આવે છે? જાણો લક્ષણ અને કારણ

આજે 1 ડિસેમ્બરથી બદલાઇ રહ્યા છે આ નિયમો, તમારા જીવન પર પડશે તેની સીધી અસર

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…