વડોદરા/ મંજુસર GIDCની આ કંપની સામે કામદારોનો વિરોધ, હાથની આંગળી કપાયા બાદ સારવારને બદલે….

સાવલી તાલુકાના મંજુસર GIDCમાં રાજ ફિલ્ટર નામની કંપનીમાં કામદારોની આંગળીઓ કપાઈ જવાની સતત ઘટનાઓથી ચકચાર મચી ગઈ છે.

Gujarat Vadodara
  • વડોદરાની મંજૂસર GIDCમાં ચોંકાવનારી ઘટના
  • કંપનીમાં 12 કામદારોના હાથના આંગળા કપાયા
  • કંપનીએ વળતર આપવાની વાતનો કર્યો ઇનકાર
  • રાજ ફિલ્ટર કંપનીના સંચાલકો સામે રોષ

Vadodara News: સાવલી તાલુકાના મંજુસર GIDCમાં રાજ ફિલ્ટર નામની કંપનીમાં કામદારોની આંગળીઓ કપાઈ જવાની સતત ઘટનાઓથી ચકચાર મચી ગઈ છે. ગત ફેબ્રુઆરીમાં બનેલી આ ઘટનાને કારણે અત્યાર સુધીમાં લગભગ 12 મજૂરોની આંગળીઓ કપાઈ ચૂકી છે. વળતર આપવાને બદલે કંપનીના અધિકારીઓએ કામદારોને ધમકાવતા આખરે કામદારોમાં વિરોધ ફાટી નીકળ્યો હતો. મંજુસર પોલીસ સ્ટેશને ફેબ્રુઆરી માસમાં થયેલા આ હંગામાને કારણે ઈજાગ્રસ્ત થયેલા કામદારની ફરિયાદ નોંધીને કાર્યવાહી શરૂ કરી છે.

સાવલી તાલુકામાં વિવિધ ઔદ્યોગિક એકમો આવેલા છે. જેમાં હજારો યુવક-યુવતીઓ કામ કરી રહ્યા છે. જેમાં કામદારોનું શોષણ, પગાર ન મળવા, હડતાલ અને અકસ્માતો જેવી ઘટનાઓ અવારનવાર સામે આવે છે. કંપનીના અધિકારીઓ દ્વારા કામદારોનું શોષણ સામાન્ય બની ગયું છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મંજુસર GIDCમાં આવેલી રાજ ફિલ્ટર નામની કંપનીમાં અલગ-અલગ સમયે કંપનીના પ્રેસ મશીનમાં 12થી વધુ કામદારોની આંગળીઓ કપાઈ ગઈ છે, પરંતુ આજદિન સુધી કોઈ કામદારને વળતર કે સારવાર આપવામાં આવી નથી. , આ પછી સમગ્ર મામલો મંજુસર પોલીસ સ્ટેશન પહોંચ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કારે મારી જોરદાર ટક્કર, રાહદારીઓ ઉછળ્યા હવામાં … એક મહિલાનું મોત, બે ઘાયલ, Video

આ પણ વાંચો:જામનગર શહેરમાં ધૂમ સ્ટાઇલથી બાઈક ચલાવી ધ્વનિ પ્રદુષણ કરતા બાઇકર્સ સામે કડક કાર્યવાહી

આ પણ વાંચો:રૂપાલા વિરુધ ધાનાણી…”ગીરના બે સિંહ સામ સામે ટકરાશે….!”

આ પણ વાંચો:સોનગઢ નજીક ઝાડ સાથે કાર અથડાતા અકસ્માત, બાળકી સહિત ત્રણ લોકોના મોત