એલર્ટ/ વેક્સિન લેવાની લ્હાયમાં ક્યાંક છેતરપિંડીનો ભોગ ન બનશો…સાયબર ક્રાઇમની અપીલ

દેશમાં કોરોનાની બીજી લહેર જોખમી પુરવાર થયા બાદ રાજ્ય સરકાર હરકતમાં આવી ગઈ હતી, અને બહોળા પ્રમાણમાં વેક્સિનેશનની કામગીરી હાથ ધરી અને કોરોના પર કાબુ મેળવ્યો હતો. એવામાં કેટલાક લેભાગુ તત્વો

Top Stories Gujarat
cyber crime for vaccine વેક્સિન લેવાની લ્હાયમાં ક્યાંક છેતરપિંડીનો ભોગ ન બનશો...સાયબર ક્રાઇમની અપીલ

દેશમાં કોરોનાની બીજી લહેર જોખમી પુરવાર થયા બાદ રાજ્ય સરકાર હરકતમાં આવી ગઈ હતી, અને બહોળા પ્રમાણમાં વેક્સિનેશનની કામગીરી હાથ ધરી અને કોરોના પર કાબુ મેળવ્યો હતો. એવામાં કેટલાક લેભાગુ તત્વો પણ સક્રિય થઇ ગયા છે. જેઓએ લોકોને છેતરવા માટે નવા રસ્તા શોધ્યા છે.વેક્સિન લેવાની લ્હાયમાં ક્યાંક છેતરપિંડીનો ભોગ ન બનો તે જોવું જરૂરી છે.”વેક્સીન જલ્દી અપાવી દઇશું…કોઇ રાહ જોયા વગર વેક્સીન અપાવીશું” આવા પ્રકારના દાવા અજાણ્યા લોકો તમામા ફોન પર કરે તો ચેતી જોજો.. કારણકે તમારી એક ભુલ બેંકનું બેલેન્સ ખાલી કરી નાખશે અને તમે રોડ પર લાવી દેશે.જલદી વેક્સીન લેવાની લાહ્યમાં ગઠીયાઓ તામારા રૂપિયા ખંખેરી લેશે. આવા ગઠીયાઓથી બચાવવા માટે સાયબર ક્રાઇમે લોકોનો સોશિયલ મિડીયાના માધ્યમથી પોસ્ટ મુકીને અપીલ કરી છે અને કેટલાક પોલીસ કર્મચારીઓએ પણ તેમના વોટ્સએપ સ્ટેટસમાં પોસ્ટ મુકી છે.

vaccin true 1 વેક્સિન લેવાની લ્હાયમાં ક્યાંક છેતરપિંડીનો ભોગ ન બનશો...સાયબર ક્રાઇમની અપીલ

કોરનાકાળમાં સેવાના નામે લોકો ખોટી પ્રસિદ્ધિ મેળવવા છેતરપિંડી કરતા હોય તેવું પણ સામે આવી રહ્યું છે.દેશની આર્થિક રાજધાની મુંબઇમાં 2 હજારથી વધુ લોકો બનાવટી રસીકરણ રેકેટમાં છેતરપિંડીનો શિકાર બન્યા છે. મહારાષ્ટ્ર સરકારે ગુરુવારે બોમ્બે હાઈકોર્ટમાં જણાવ્યું હતું કે 2053 લોકોને બનાવટી રસી આપવામાં આવી હતી. આના પર હાઈકોર્ટે નકલી રસી આપવામાં આવતા લોકોના સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરી હતી.રાજ્ય સરકાર દ્વારા બનાવટી રસીકરણ અંગેની તપાસનો અહેવાલ ગુરુવારે બોમ્બે હાઈકોર્ટમાં રજૂ કરાયો હતો. રાજ્યમાં પણસાયબર ક્રાઇમની ઘટના દિવસને દિવસે વધી રહી છે ત્યારે જલદી વેક્સીન અપાવી દેવાના બહાને ઠગાઇ કરતી ટોળકીઓ પર સર્કિય થઇ છે.

vaccine 2 વેક્સિન લેવાની લ્હાયમાં ક્યાંક છેતરપિંડીનો ભોગ ન બનશો...સાયબર ક્રાઇમની અપીલ

રેમડેસિવિર ઇન્જેક્શન તેમજ અન્ય ઇન્જેક્શનની અછતના સમયે સાયબર ગઠીયાઓએ કેટલાય લોકો સાથે લાખ રૂપિયાની ચિંટીગ કરી લીધી હતી. કોરોનાથી બચવા માટેનો વેક્સીન જ એક માત્ર સહારો છે તેવુ હવે લોકો માની લેતા ઠેરઠેર વેક્સીન લેવા માટે ભીડ થઇ રહી છે. વેક્સીન ઝડપી મળી જાય તે માટે કેટલાક લોકો રૂપિયા પણ ખર્ચવા તૈયાર છે જેનો ફાયદો સાયબર ગઠીયાઓ ઉઠાવી રહ્યા છે. જો તમારા નંબર પર અજાણ્યો વ્યકિત જલદી વેક્સીન અપાવી દેવાનો દાવો કરી રહ્યો હોય અથવાતો કોઇ દુરનો ઓળખીતો અચાનકજ તમારી પાસે આવીને લાઇનમાં ઉભા રહ્યા વગર વેક્સીન અપાવી દેશે તેવી વાતો કરતો હોય તો ચેતી જજો.

Cyber frauds on the rise amid growing digital dependence during Covid - The Federal

પોલીસે આવા રૂપિયા ખંખેરૂ ગઠીયાઓથી બચવા માટે લોકોને સોશિયલ મિડીયાના મારફતે અપીલ કરી છે.તમારૂ ક્રેડીટ કાર્ડની લીમીટ વધારવાની છે, ડેબીટ કાર્ડ બંધ થઇ જશે, કેવાયસી અપડના નામે હજારો લોકો ઓનલાઇન ફ્રોડનો ભોગ બન્યા છે.  બીજી તરફ કોરોનામાં ફેલાયેલી બેકારીનો ફાયદો કેટલા ઠગ લોકો ઉઠાવી રહ્યા છે અને નોકરી આપવાના બહાને ચિંટીગ આચરી રહ્યા છે જ્યારે લોટરી લાગી છેકે ગીફ્ટ લાગી છે તેમ કહીને પણ સાયબર ગઠીયાઓ લોકોના રૂપિયા ખંખેરી લેતા હોવાના અંસખ્ય કિસ્સાઓ સામે આવ્યા છે. તો હવે ગઠીયાઓ વેક્સનીના નામે લોકો પાસેથી રૂપિયા પડાવી રહ્યા હોવાનું પણ સામે આવતા સાયબર ક્રાઇમ એક્ટીવ થઇ ગઇ છે.

majboor str 24 વેક્સિન લેવાની લ્હાયમાં ક્યાંક છેતરપિંડીનો ભોગ ન બનશો...સાયબર ક્રાઇમની અપીલ