અમદાવાદ/ બોલિવૂડ અભિનેત્રી પાયલ રોહતગીની અમદાવાદ સેટેલાઇટ પોલીસે કરી અટકાયત

બોલિવૂડની અભિનેત્રી પાયલ રોહતગીની મુશ્કેલીઓમાં વધારો થયો છે. બોલિવૂડની અભિનેત્રી પાયલ રોહતગીની અમદાવાદ સેટેલાઇટ પોલીસે અટકાયત કરી છે. 

Top Stories Ahmedabad Gujarat
11 2 બોલિવૂડ અભિનેત્રી પાયલ રોહતગીની અમદાવાદ સેટેલાઇટ પોલીસે કરી અટકાયત
  • બોલીવુડ અભિનેત્રી પાયલ રોહતગીની અટકાત
  • અમદાવાદ સેટેલાઇટ પોલીસે કરી અટકાયત
  • પાયલ રોહતગીના કોરોના ટેસ્ટની કરી કાર્યવાહી
  • સોસાયટીનાં સભ્ય ડૉ.પરાગ શાહે નોંધાવી હતી ફરિયાદ
  • સો.મીડિયા પર સોસાયટીનાં ચેરમેન વિશે લખ્યુ લખાણ
  • ખોટા કેસમાં ફસાવી દેવાની સોસાયટીના સભ્યોને ધમકી

બોલિવૂડની અભિનેત્રી પાયલ રોહતગીની મુશ્કેલીઓમાં વધારો થયો છે. તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, બોલિવૂડની અભિનેત્રી પાયલ રોહતગીની અમદાવાદ સેટેલાઇટ પોલીસે અટકાયત કરી છે.

રાજકારણ / જમ્મુ-કાશ્મીર મામલે ચિદમ્બરમનો કટાક્ષ- સરકાર ગાડી આગળ અને ઘોડો પાછળ કેમ ઇચ્છે છે

આપને જણાવી દઇએ કે, પાયલ રોહતગી છેલ્લા ઘણા દિવસોથી અમદાવાદ સેટેલાઇટ ખાતે આવેેલા તેના ફ્લેટમાં રહે છે. જ્યા સોસાયટીની મીટિંગ બાબતે ચેરમેન અને પાયલ વચ્ચે બોલાચાલી થઇ હતી, અને જે બાદ પાયલે સોસાયટીનાં સભ્યોને ગાળા-ગાળી કરી હતી. જે બાદ સોસાયટીનાં ચેરમેને તેના વિરદ્ધ પોલીસમાં ફરિયાદo નોંધાવી હતી. જેના પરિણામે આજે પાયલની પોલીસે અટકાયત કરી છે. અમદાવાદ સેટેલાઇટ પોલીસે પાયલની અટકાયત કર્યા બાદ તેના કોરોના ટેસ્ટ કરવવાની કાર્યવાહી શરૂ કરી છે. જણાવી દઇએ કે, પાયલ સેટેલાઇટમાં જે સોસાયટીમાં રહે છે તે સોસાયટીનાં ચેરમેન ડો.પરાગ શાહે તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ પહેલા પાયલે સોશિયલ મીડિયા પર સોસાયટીનાં ચેરમેન વિશે લખાણ લખ્યુ હતુ. વધી સોસાયટીનાં સભ્યોને ખોટા કેસમાં ફસાવી દેેવાની ધમકી પણ આપી હતી.

અમદાવાદ /  ફિલ્મ અભિનેત્રી પાયલ રોહતગી વિરુદ્ધ ફરિયાદ, સોસાયટીનાં સભ્યો સાથે કરી હતી ગાળા-ગાળી

ઉલ્લેખનીય છે કે, અમદાવાદનાં સેટેલાઈટ વિસ્તારમાં આવેલી સુંદરવન સોસાયટીમાં રહેતી બોલિવૂડ એક્ટ્રેસ પાયલ રોહતગી ફરી એક વાર વિવાદમાં આવી છે. તેની સામે સેટેલાઈટની તેની જ સોસાયટીનાં ચેરમેને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પરાગ શાહ નામનાં તબીબે આ મામલે નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓની સુંદરવન સોસાયટીમાં શશાંક રોહતગી અને તેઓની પત્નિ છેલ્લાં 4 વર્ષથી રહે છે, જ્યાં તેઓની દિકરી પાયલ રોહતગી દોઢ વર્ષથી રહેવા આવી છે. 20મી જૂનનાં રોજ સોસાયટીની એ.જી.એમ મીટીંગ હતી તેમાં સોસાયટીનાં તમામ સભ્યોને બોલાવવામા આવ્યા હતા. જેમાં પાયલ રોહતગી સભ્ય ન હોવા છતાં વગર બોલાવે આવી ગઈ હતી. જેથી ચેરમેન પરાગ શાહે તેઓના માતા-પિતાનાં નામે ફ્લેટ છે અને તેઓ હાજર છે તેવુ કહીને પાયલને વચ્ચે ન બોલવાની અને તેની કોઈ જરૂર નથી તેવુ કહ્યુ હતુ. જોકે પાયલે સોસાયટીનાં સભ્યો તેમજ ચેરમેન સાથે બિભત્સ ભાષામાં વાત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અને સભ્યોને ડરાવવા માટે મોબાઈલમાં વીડિયો રેકોર્ડ કરવાનુ શરૂ કર્યુ હતુ. જે બાબતે ચેરમેને ના પાડતા ઉશ્કેરાઈને પાયલે ગાળાગાળી કરી હતી.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

majboor str 24 બોલિવૂડ અભિનેત્રી પાયલ રોહતગીની અમદાવાદ સેટેલાઇટ પોલીસે કરી અટકાયત