Not Set/ બેંક ઓફ ઇંગ્લેન્ડના ગવર્નર બનવા અંગેના ફેક ન્યુઝ અંગે રઘુરામ રાજને કરી આ સ્પષ્ટતા, વાંચો.

દિલ્લી, છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયામાં ખાસ કરીને ફેસબુક અને વોટ્સએપમાં સમાચારો વહેતા થયા હતા કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનને બ્રિટનની બેંક ઓફ ઇંગ્લેન્ડના ગવર્નર બનાવવામાં આવશે. જો એક ત્યારબાદ આ માહિતીનું ખંડન કરતા રાજને આ ખોટા સમાચાર અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે. રઘુરામ રાજને આ ફેક ન્યુઝ અંગે જણાવતા કહ્યું, […]

Top Stories Business
jsussj બેંક ઓફ ઇંગ્લેન્ડના ગવર્નર બનવા અંગેના ફેક ન્યુઝ અંગે રઘુરામ રાજને કરી આ સ્પષ્ટતા, વાંચો.

દિલ્લી,

છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયામાં ખાસ કરીને ફેસબુક અને વોટ્સએપમાં સમાચારો વહેતા થયા હતા કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનને બ્રિટનની બેંક ઓફ ઇંગ્લેન્ડના ગવર્નર બનાવવામાં આવશે. જો એક ત્યારબાદ આ માહિતીનું ખંડન કરતા રાજને આ ખોટા સમાચાર અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે.

રઘુરામ રાજને આ ફેક ન્યુઝ અંગે જણાવતા કહ્યું, સોશિયલ મીડિયામાં બેંક ઓફ ઇંગ્લેન્ડના ગવર્નર બનવા અંગે વહેતા થયેલી માહિતી એ ફેક છે અને હાલમાં હું કોઈ BOE બેન્કનો ગવર્નર બની રહ્યો નથી”.

તેઓએ વધુમાં જણાવતા કહ્યું, “માફ કરજો, પરંતુ આ ફેક ન્યુઝ છે. હું મારી તાજેતરની જોબથી ખુશ છું અને હાલમાં હું કોઈ બીજી જોબ માટે સર્ચ કરી રહ્યો નથી”.

મહત્વનું છે કે, રઘુરામ રાજનને બ્રિટનની બેંક ઓફ ઇંગ્લેન્ડના ગવર્નર બનવા અંગેની સૌ પ્રથમ પોસ્ટ કોઈ એક યુઝર દ્વારા ૨૮ એપ્રિલના રોજ ફેસબુક પર અપલોડ કરવામાં આવી હતી. આ પોસ્ટમાં લખવામાં આવ્યું હતું કે, “મિ. રઘુરામ રાજનને બ્રિટનની બેંક ઓફ ઇંગ્લેન્ડના ગવર્નર બનવા માટે અભિનંદન અને અમે તમામ ભારતીયો તમારી સાથે છે. આ નિયુક્તિ જે વસ્તુઓનું મૂલ્ય વિદેશીઓ દ્વારા માન્ય છે અને તે તેને દૂર કરે છે”.

જો કે ત્યારબાદ આ ફેક ન્યુઝ એક વેબસાઈટ પર પણ પબ્લિસ થયા હતા તેમજ કોંગ્રેસના નેતા અને સાંસદ શશી થરૂરે પણ ૫ મેના રોજ એક ટ્વીટ કર્યું હતું. ટ્વીટ કર્યાં બાદ તેઓએ આ લીન્કને siasat.com પર પણ મૂકી હતી.

કોંગ્રેસના સાંસદ શશી થરૂરે પોતાના ટ્વીટમાં જણાવ્યું હતું કે, “ભારતના રઘુરામ રાજનની બેન્ક ઓફ ઈંગ્લેન્ડના ગવર્નર તરીકે નિમણૂક! આ એક નોંધપાત્ર વાત છે. આ પહેલા એક ભારતીય (નાસિર હુસૈન) ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમનું નેતૃત્વ કર્યું છે. આ તમામ બાબતો જણાવે છે કે રિવર્સ વસાહતીકરણ પૂર્ણ કરવા બાકી છે તે ભારત માટે વડાપ્રધાન બનવા માટે છે”.

ઉલ્લેખનિય છે કે, આરબીઆઈના ગવર્નર પદે રઘુરામ રાજનનો કાર્યકાળ વિવાદોથી ભરાયેલો રહ્યો હતો. તેઓએ પોતાના કાર્યકાળ દરમિયાન જ ગવર્નરનું પદ છોડયુ હતું પરંતુ સરકાર સાથે તેમના મતભેદના સમાચારો સતત ચર્ચાનું કેન્દ્ર રહ્યા હતા. આ ઉપરાંત તેઓ પીએમ નરેન્દ્ર મોદી દ્વાર દેશભરમાં લાગુ કરવામાં આવેલી નોટબંધીનો પણ કેટલીયવાર ખુલીને નિંદા કરી હતી.