ગાંધીનગર/ PM મોદી ગુજરાતમાં ડિજિટલ ઈન્ડિયા વીક 2022નું કર્યું ઉદ્ઘાટન

વડાપ્રધાન મોદી ગુજરાતના ટુંકા પ્રવાસે છે ત્યારે અમદાવાદ એરપોર્ટ ખાતે સ્વાગત કરવામાં આવ્યું છે. વડાપ્રધાન ટુંકા પ્રવાસ દરમીયાન ડિજિટલ ઇન્ડિયા વીક-2022 ગાંધીનગરથી શુભારંભ કરાવશે.

Top Stories
ડિજિટલ ઈન્ડિયા વીક

વડાપ્રધાન મોદી ગુજરાતના ટુંકા પ્રવાસે છે ત્યારે અમદાવાદ એરપોર્ટ ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન ટુંકા પ્રવાસ દરમીયાન ડિજિટલ ઇન્ડિયા વીક-2022 ગાંધીનગરથી શુભારંભ કરાવ્યો. આ સાથે વડાપ્રધાનને આવકારવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીના હસ્તે ટેકનોલૉજીના માધ્યમ દ્વારા જનસુખાકારીના લાભો નાગરિકોને સરળતાથી મળી રહે તે માટે અનેક  નવીન ડિજિટલ પહેલ દેશવાસીઓ માટે ખુલ્લી મુકાઈ.

ડિજિટલ ઈન્ડિયા માટે સાડા સાતસો કરોડ રૂપિયાની ફાળવણી

જણાવી દઈએ કે ડિજિટલ ઈન્ડિયાના સાત વર્ષ પૂરા થવાના અવસર પર રાજ્ય માહિતી પ્રૌદ્યોગિક વિભાગ આ કાર્યક્રમનું આયોજન કરી રહ્યું છે. આ પ્રોગ્રામનો ઉદ્દેશ્ય ટેક્નોલોજીમાં સુધારો, જીવનશૈલીને સરળ બનાવવા, સરળ સેવા વિતરણ વ્યવસ્થા, સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવાનો છે. આ યોજના માટે કુલ સાડા સાતસો કરોડની રકમ ફાળવવામાં આવી છે. પીએમ મોદીની ઈ-‘ઇન્ડિયાસ્ટેક ગ્લોબલ’, ‘માય સ્કીમ’, ‘મેરી પહેચાન’, ‘ડિજિટલ ઇન્ડિયા ભાષિની’, ‘ડિજિટલ ઇન્ડિયા જેનિસિસ’, ‘ચીપ્સ ટુ સ્ટાર્ટઅપ પ્રોગ્રામ’ તથા ‘કેટાલાઈઝીંગ ન્યૂ ઇન્ડિયાઝ ટેકેડની ઇ-બુક’ જેવી ડિજિટલ પહેલનું લૉન્ચિંગ હશે. અહીં એક પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવશે. પ્રદર્શનમાં લોકોને આધાર, UPI, Co-Vin અને DigiLocker જેવા સાર્વજનિક ડિજિટલ પ્લેટફોર્મ આપવામાં આવશે.

ઘણી ડિજિટલ માહિતી મળશે

આ પ્રસંગે ડિજિટલ મેળાનું પણ આયોજન કરવામાં આવશે. સરકાર, ઉદ્યોગ, સ્ટાર્ટઅપ અને શિક્ષણ કેન્દ્રોની ભાગીદારીથી અહીં 200 થી વધુ સ્ટોલ ઉભા કરવામાં આવશે. વિવિધ ડિજિટલ સોલ્યુશન્સ અહીં દર્શાવવામાં આવશે. સાથોસાથ, ભારતીય યુનિકોર્ન દ્વારા વિકસિત ટેક્નોલોજી પર આધારિત સોલ્યુશન્સ અને વર્ચ્યુઅલ મોડ પર સ્ટાર્ટઅપ્સ પણ 7 થી 9 જુલાઈ દરમિયાન યોજાશે. જેમાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો ઘણી માહિતી આપશે.

પ્રધાનમંત્રી દ્વારા શરૂ કરવામાં આવનાર ‘ડિજિટલ ઈન્ડિયા ભાષિની’ પહેલ થકી દેશની વિવિધ ભાષાઓમાં વૉઇસ-આધારિત ઍક્સેસથી ભારતીય ભાષાઓમાં કન્ટેન્ટના નિર્માણમાં ઈન્ટરનેટ અને ડિજિટલ સેવાઓની સરળ પહોંચને વધુ મજબૂત કરાશે. ભારતીય ભાષાઓ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ભાષા ટેક્નોલોજી કલ સોલ્યુશન્સથી વધુને વધુ નાગરિકો જોડવામાં સરળતા થશે.

આ પણ વાંચો:કાંજણ હરી ગામમાં દારૂની મહેફિલ, LCBએ પાડ્યો રંગમાં ભંગ, સરપંચ સહિત 41 ઝબ્બે

આ પણ વાંચો:ઘરમાં ઘોડિયામાં સૂતેલી બાળકી પર કુતરાનો હુમલો, માસુમનું માથું ફાડી ખાધું

આ પણ વાંચો: પ્રકૃતિ અને પર્યાવરણની જાળવણી કરતી અનોખી બીજ બેન્ક