Corona Update/ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 6 કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા 27 થઇ

વિશ્વભરમાં કોરોનાના કેસો ફરી એકવાર વધી રહ્યા છે જે ચિંતાજનક બાબત છે.ચીનમાંમાં તો કોરોના વિસ્ફોટ સ્થિતિ જોવા મળી રહી છે

Top Stories Gujarat
Corona Update
  • 24 કલાકમાં કોરોનાના નવા 6 કેસ નોધાયા
  • 24 કલાકમાં કોરોનાના 2 દર્દી સાજા થયા
  • રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 27
  • અમદાવાદ શહેરમાં કોરોનાના 2 કેસ નોંધાયા
  • ભાવનગર શહેરમાં કોરોનાના 2 કેસ નોંધાયા
  • દાહોદમાં કોરોનાનો 1 કેસ નોંધાયો
  • તાપીમાં કોરોનાનો 1 કેસ નોંધાયો

Corona Update: વિશ્વભરમાં કોરોનાના કેસો ફરી એકવાર વધી રહ્યા છે જે ચિંતાજનક બાબત છે.ચીનમાંમાં તો કોરોના વિસ્ફોટ સ્થિતિ જોવા મળી રહી છે. ચીનની હાલત હાલ કોરોનાનાને લઇને ખુબ ખરાબ છે, દવાનો પૂરતો સ્ટોક નથી સાથે દવાખાનામાં જગ્યા પણ નથી.  અહેવાલમાં જાણવવામાં આવ્યું છે કે કોરોના વિકરાળ સ્વરૂપ લઇ શકે છે અને ચીનમાં લાખો લોકોના મોત થવાની સંભાવના બતાવવામાં આવી છે.વિશ્વમાં કોરોનાના કેસ સક્રીય થતા ભારત પણ એલર્ટ થઇ ગયું છે. આજે આરોગ્ય મંત્રીએ ઉચ્ચસત્રીય બેઠક પણ યોજી હતી અને ગાઇડલાઇન પણ નક્કી કરી છે .ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 6  કેસ નોંધાયા છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 6 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 27 થઇ છે અને બે દર્દીઓએ કોરોનાને માત આપીને સાજા થયા છે.અમદાવાદ શહેરમાં કોરોનાના બે કેસ નોંધાયો છે. જયારે ભાવનગરમાં કોરોનાના 2 કેસ નોંધાયા છે. દાહોદમાં કોરોનાનો એક કેસ નોંધાયો છે જ્યારે તાપીમાં પણ કોરોનાનો એક કેસ નોંધાયો છે.

નોંધનીય છે કે કોરોના વાયરસની ચોથા વેવના ભયની આશંકાને ધ્યાનમાં રાખીને પીએમ નરેન્દ્ર મોદીએ આજે ​​એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. પીએમ મોદીના નેતૃત્વમાં આ બેઠક લગભગ બે કલાક સુધી ચાલી હતી અને કોરોનાના સંભવિત ખતરાઓને પહોંચી વળવા માટેના ઉપાયો પર ચર્ચા કરવામાં આવી હતી.

Andhra Pradesh/ કોરોનાના ડરથી માતા-પુત્રીએ અઢી વર્ષ વિતાવ્યા રૂમમાં ,દરવાજો ખોલતા જ લોકો થઈ ગયા સ્તબ્ધ

Arvind Kejariwal/ દિલ્હીમાં નવા પ્રકારનો કોઈ દર્દી નથી, સરકાર કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર: CM કેજરીવાલ

Corona Virus/ PM મોદીએ કોરોના સામે લડવા માટે બનાવ્યો એક્શન પ્લાન, બે કલાક સુધી ચાલી બેઠક

Bharat Jodo Yatra/ આ બધા યાત્રા રોકવાના બહાના છે, તેઓ સત્યથી ડરે છેઃ સ્વાસ્થ્ય મંત્રીના પત્ર પર રાહુલ ગાંધી