Not Set/ ૧૬ વર્ષ બાદ જેલમાંથી છૂટીને પાકિસ્તાની યુવક ભગવદ્ ગીતા સાથે લઈને ગયો ઘરે

વારાણસી વારાણસીમાં એક પાકિસ્તાની કેદી ૧૬ વર્ષ પછી જેલમાંથી છૂટ્યો છે. આ કેદી જેલમાંથી છૂટ્યો ત્યારે તે પોતાના દેશમાં ભગવદ્ ગીતા સાથે લઈને ગયો છે. જલાલુદીનને વર્ષ ૨૦૦૧માં વારાણસીમાંથી ધરપકડ કરવામાં આવી હતી. A Pakistani national, Jalaluddin, who was released from Varanasi Central Jail after 16 years, took home Bhagavad Gita with himRead @ANI Story […]

Top Stories India World Trending
bhagavad gita influence yoga philosophy ૧૬ વર્ષ બાદ જેલમાંથી છૂટીને પાકિસ્તાની યુવક ભગવદ્ ગીતા સાથે લઈને ગયો ઘરે

વારાણસી

વારાણસીમાં એક પાકિસ્તાની કેદી ૧૬ વર્ષ પછી જેલમાંથી છૂટ્યો છે. આ કેદી જેલમાંથી છૂટ્યો ત્યારે તે પોતાના દેશમાં ભગવદ્ ગીતા સાથે લઈને ગયો છે.

જલાલુદીનને વર્ષ ૨૦૦૧માં વારાણસીમાંથી ધરપકડ કરવામાં આવી હતી.

સેન્ટ્રલ જેલના સુપ્રીડેન્ટ અંબરીશ ગૌડે જણાવ્યું હતું કે આ કેદીને એરફોર્સ સ્ટેશનની નજીકથી પકડવામાં આવ્યી હતો. તેની ધરપકડ કરી તે દરમ્યાન તેની સાથેથી કેટલાક શંકાસ્પદ કાગળિયાં મળી આવ્યા હતા. ત્યારબાદ તેને ૧૬ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. જયારે તેને જેલમાંથી છોડવામાં આવ્યો ત્યારે તે ગીતા લઈને પોતાના વતનમાં ગયો છે.

જેલરે કહ્યું હતું કે કેદીને ગોપનીયતા કાનુન અને વિદેશી નાગરિક એક્ટ હેઠળ તેની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી કેદીની જયારે ધરપકડ કરવામાં આવી ત્યારે તે માત્ર હાઈસ્કુલ સુધી જ ભણ્યો હતો.

જેલમાં તેણે ઓપન યુનીવર્સીટીમમ ભણીને એમએની ડીગ્રી પણ મેળવી લીધી છે. એટલું જ નહી પરંતુ તે ત્રણ વર્ષ જેલમાં ક્રિકેટ લીગમાં એમ્પાયર પણ રહી ચુક્યો છે.

હાલ સ્પેશ્યલ ટીમ તેને અમૃતસર લઇ ગઈ છે. ત્યારબાદ તેને વાઘા-બોર્ડર પર સંબંધિત એજન્સીઓને સોંપી દેવામાં આવશે જ્યાંથી તે પોતાના દેશ પાકિસ્તાન જતો રહેશે.