Vadodara/ ઘરમાં ઘોડિયામાં સૂતેલી બાળકી પર કુતરાનો હુમલો, માસુમનું માથું ફાડી ખાધું

વડોદરાના સમતા વિસ્તારના વૈકુંઠ ફ્લેટમાં ઘરમાં ઘોડિયામાં સૂતેલી બાળકી પર રખડતા શ્વાને હિંસક હુમલો કર્યો છે. અને બાળકી નું માથું ફાડી ખાધા ની ઘટના સામે આવી છે.

Top Stories Gujarat Vadodara
  • માત્ર પાંચ મિનિટમાં બન્યો બનાવ
  • માતા પાણી ભરવા ગઈ ત્યારે ઘટના બની
  • કુતરાએ માસુમનું માથું ફાડી નાખ્યું
  • કુતરાને લોહી ચાટતું જોઈ માતા હેબતાઈ
  • કૂતરાને ભગાડવાની કોશિષ નાકામયાબ

રાજ્યમાં સતત રખડતા પ્રાણીઓનો ત્રાસ વધી રહ્યો છે. અવારનવાર  રસ્તે જતાં ને તો અડફેટે લે જ છે. પણ હવે તો ઘર  ઘૂસીને પણ આતંક ફેલાવતા થઈ ગયના અનેક કિસ્સા અવારનવાર સામે આવી રહ્યા છે. ત્યારે  વડોદરાથી હૈયું હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે. વડોદરાના સમતા વિસ્તારના વૈકુંઠ ફ્લેટમાં ઘરમાં ઘોડિયામાં સૂતેલી બાળકી પર રખડતા શ્વાને હિંસક હુમલો કર્યો છે. અને બાળકી નું માથું ફાડી ખાધા ની ઘટના સામે આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરાના સમતા વિસ્તારમાં આવેલા વૈકુંઠ ફ્લેટમાં નીચેના માળે રહેતા આશિષ ભરતભાઇ ટેલરના પત્ની  તેમની 5 મહિનાની દીકરી જાન્વીને ઘરમાં ઘોડિયામાં સૂવડાવી સાંજે 6 વાગ્યે ઘરની બાજુમાં આવેલા નળમાં પીવાનું પાણી ભરવા માટે ગયા હતા.  આ દરમિયાન ઘરની જાળી ખુલ્લી રહી ગઇ હતી. જેથી રખડતું કૂતરું ઘરમાં આવી ગયું હતું. અને ઘોડિયામાં સૂતેલી તેમની પાંચ વર્ષની દીકરીનું માથું ફાડી ખાધું હતું.  માતા ઘરમાં આવી ત્યારે ઘરમાં કૂતરું બાળકીનું લોહી ચાટી રહ્યું હતું.  જે જોઈ ને માતા હેબતાઈ ગઈ હતી. કૂતરાને તો ઘરમાં થી  બહાર ના કાઢી શકી પરંતુ  બાળકીને લઈ તરત જ ઘરની બહાર  નીકળી ગઈ હતી.

અને તાત્કાલિક બાળકીને ત્યાંથી ગોત્રી ખાતે આવેલી હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં બાળકીને 15 ટાકા લેવામાં આવ્યા છે. મહત્વનું છે કે પહેલા તો રખડતા ઢોરથી જ વડોદરાના લોકો ત્રાહીમામ હતા. પરંતુ હવે રખડતા શ્વાને પણ આતંક મચાવ્યો છે. જેથી તંત્રએ હવે રખડતા પશુઓ અંગે ગંભીરતા દાખવી જરૂરી છે.

vadodara-a-5-month-old-girl-sleeping-in-house-attacked-by-stray-dog