Not Set/ ગાયને પાળનારા કેદીઓ ખૂબ ઝડપથી સુધરે છે : RSS પ્રમુખ મોહન ભાગવત

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં વડા મોહન ભાગવતે ગાય સેવાને લઇને એક મોટું નિવેદન આપ્યું છે, જેના કારણે તે ચર્ચામાં આવ્યા છે. તેમણે દાવો કર્યો છે કે ગો સેવા ગુનાહિત વૃત્તિ ઘટાડે છે. ગાયને ઉછેરનાર કેદીઓ ખૂબ ઝડપથી સુધરે છે. મોહન ભાગવત પૂણેમાં યોજાયેલા ગો સેવા એવોર્ડ સમારોહમાં ભાગ લેવા પહોંચ્યા હતા, આ દરમિયાન લોકોને સંબોધન કરતાં […]

Top Stories India

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં વડા મોહન ભાગવતે ગાય સેવાને લઇને એક મોટું નિવેદન આપ્યું છે, જેના કારણે તે ચર્ચામાં આવ્યા છે. તેમણે દાવો કર્યો છે કે ગો સેવા ગુનાહિત વૃત્તિ ઘટાડે છે. ગાયને ઉછેરનાર કેદીઓ ખૂબ ઝડપથી સુધરે છે. મોહન ભાગવત પૂણેમાં યોજાયેલા ગો સેવા એવોર્ડ સમારોહમાં ભાગ લેવા પહોંચ્યા હતા, આ દરમિયાન લોકોને સંબોધન કરતાં ભાગવતે કહ્યું હતું કે જે ગાયનો ઉછેર કરતા હોય છે તેવા કેદીઓમાં ઓછી ગુનાહિત વૃત્તિ હોય છે. તેમણે કહ્યું કે આ અનુભવ વિશે તેમને જેલ સત્તાવાળાઓ જણાવ્યુ છે.

સરસંઘ ચાલક મોહન ભાગવતનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે હૈદરાબાદ અને ઉન્નાવ ગેંગરેપ બાદ પીડિતાની નિર્દય હત્યાનો મામલો સામે આવ્યો છે અને દેશભરમાં લોકોમાં રોષ છે. આ બંને ઘટના બાદ લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, હૈદરાબાદની ઘટના બાદ પોલીસે જે રીતે એન્કાઉન્ટરમાં તમામ આરોપીઓને ઢેર કર્યા હતા, તે પછી જ્યારે એક તરફ લોકો પોલીસની પ્રશંસા કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ લોકો પોલીસની કામગીરી પર પણ સવાલ ઉભા કરી રહ્યા છે.

વળી જ્યારે ગેંગરેપનો ભોગ બનેલી યુવતી ઉન્નાવમાં સુનાવણી માટે કોર્ટમાં જઇ રહી હતી, ત્યારે આરોપીઓએ તેને જીવતી સળગાવી દીધી, ત્યારબાદ તેણીનું હોસ્પિટલમાં મોત થયું હતું. આપને જણાવી દઇએ કે આ અગાઉ મોહન ભાગવતે હૈદરાબાદ અને ઉન્નાવની ઘટનાનો ઉલ્લેખ કર્યા વિના મહિલાઓની સલામતી અંગે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે સરકાર પર બધુ છોડી દેવાથી નહી ચાલે, આપણે બાળકોને ઘરે જ શિક્ષિત કરવા પડશે, જેથી મહિલાઓ પ્રત્યે તેમનું વલણ સારું રહે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.