દેશની રાજધાનીમાં આજે સવારે ભારે આગ લાગી હોવાના સમાચાર મળી રહ્યા છે. મળતી માહિતી મુજબ રાની ઝાંસી રોડ પર આવેલી દિલ્હીની અનાજની મંડીમાં આ આગ લાગી છે. આ આગ આજે સવારે લાગી છે. ઘટના સ્થળે પહોંચેલી ફાયર બ્રિગેડે 11 લોકોને આગમાંથી બહાર કાઠવામાં સફળતા મેળવી છે,જેમને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર આ આગ લાગવાના કારણે અત્યાર સુધી 32 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ફાયર બ્રિગેડનાં 15 વાહનો સ્થળ પર હાજર છે અને બચાવ કાર્યમાં રોકાયેલા છે.
#Delhi: 32 people dead in fire incident at Rani Jhansi Road, says Delhi Police pic.twitter.com/bSFKc98btO
— ANI (@ANI) December 8, 2019
દિલ્હી પોલીસે ઘટનામાં 32 લોકોનાં મોત થયા હોવાનુ કહ્યુ છે. આ પહેેલા માહિતી મળી રહી હતી કે આ દુર્ઘટનામાં 11 લોકો ઘયાલ થયા છે. ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સુત્રોનાં જમાવ્યા મુજબ બચાવ ટીમે અત્યાર સુધીમાં આશરે 50 લોકોને બચાવી લીધા છે, જેમાંથી મોટાભાગનાં લોકોની હાલત ધૂમાડાનાં કારણે બગડી હતી.
Atul Garg, Chief Fire Officer, Delhi Fire Service on fire incident at Rani Jhansi Road: Till now we have rescued more than 50 people, most of them were affected due to smoke. https://t.co/grdMZeXvbj pic.twitter.com/Gm1sqHOt7R
— ANI (@ANI) December 8, 2019
Delhi: Fire broke out at a house in Anaj Mandi, Rani Jhansi Road in the early morning hours today, 11 people rescued so far; 15 fire tenders present at the spot pic.twitter.com/GG5mLEVVrf
— ANI (@ANI) December 8, 2019
જો કે હજી સુધી આગનાં કારણો જાણવા મળી શક્યા નથી. પ્રાપ્ત માહિતી અનુસાર, આજે સવારે અચાનક આગનાં કારણે ધુમાડો જોવા મળ્યો હતો, જેની જાણકારી પોલીસ અને ફાયર બ્રિગેડને આપવામાં આવી હતી. તાજેતરમાં ઘટનાસ્થળ પર રેસ્ક્યૂ ટીમ ઓપરેશન કરી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
