Gandhinagar News/ રાજ્યસભા માટે ભાજપના 4 ઉમેદવાર જાહેર

રાજ્યસભા (Rajya Sabha)ની ચૂંટણી માટે જે ઉમેદવારો પસંદ કર્યા છે તેમાં જિતેન્દ્ર કણજારિયા , માનસિંહ પરમાર, મુકેશ રાઠવા અને રાજુભાઇ શુકલને પસંદ કર્યા છે

Top Stories Gandhinagar Gujarat
ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ રાજ્યસભા (Rajya Sabha)નાં સભ્યો માટેની આગામી ચૂંટણી માટે ચાર ઉમેદવારોનાં નામ જાહેર કર્યા છે.

Gandhinagar News : ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ રાજ્યસભા (Rajya Sabha)નાં સભ્યો માટેની આગામી ચૂંટણી માટે ચાર ઉમેદવારોનાં નામ જાહેર કર્યા છે. આ ઉમેદવારોની પસંદગીમાં મોવડી મંડળે ઉમેદવારની પાયાના કાર્યકર, પક્ષ માટે દોડનાર, યુવા અને જાતિનાં સમીકરણને ધ્યાનમાં રાખ્યા છે.

રાજ્યસભા (Rajya Sabha)ની ચૂંટણી માટે જે ઉમેદવારો પસંદ કર્યા છે તેમાં જિતેન્દ્ર કણજારિયા , માનસિંહ પરમાર, મુકેશ રાઠવા અને રાજુભાઇ શુકલને પસંદ કર્યા છે.

જિતેન્દ્ર કણજારિયા (39) (Jitendra Kanjaria) ભાજપનાં યુવા કાર્યકર છે.દેવભૂમિ દ્વારકા જિલ્લાનાં વતની છે અને જિલ્લા પંચાયતનાં પૂર્વ કારોબારી સભ્ય રહી ચૂક્યા છે. તેઓ શિક્ષિત છે. તેઓ સથવારા સમાજમાંથી (અન્ય પછાત વર્ગ) આવે છે

બીજા ઉમેદવાર માનસિંહ પરમાર (45) ગીર-સોમનાથ જિલ્લાનાં વતની છે અને કારડિયા રાજપૂત સમાજનાં યુવા આગેવાન છે. હાલ તેઓ ઓબીસી મોર્ચનાં પ્રદેશ પ્રમુખ છે. આ પહેલા તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનાં સક્રિય સભ્ય રહી ચૂક્યા છે.બી.ઇ (કેમિકલ એન્જિનિયરિંગ)નો અભ્યાસ નિરમા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, અમદાવાદમાંથી કર્યો છે. હાલ કાયદાનો અભ્યાસ (એલ.એલ.એમ) કરી રહ્યા છે.

ત્રીજા ઉમેદવાર મુકેશ રાઠવા (39) આદિવાસી સમાજનાં યુવા આગેવાન છે.છોટા ઉદેપુર જિલ્લાનાં ભાજપનાં સક્રિય કાર્યકર છે. પ્રદેશ યુવા મોર્ચાનાં પુર્વ વાઇસ પ્રેસિડેન્ટ રહી ચૂક્યા છે. આર્ટસમાં અનુસ્નાતક સુધીનો અભ્યાસ કર્યો છે અને કાયદાનો (એલ.એલ.બી)અભ્યાસ કરી રહ્યા છે.

ચોથા ઉમેદવાર રાજુ શુક્લ (62) ભાજપનાં મહેસાણા જિલ્લાનાં પીઢ કાર્યકર છે.બ્રાહ્મણ સમાજમાંથી આવે છે. ભાજપનાં વિવિધ હોદ્દાઓ પર રહી ચૂક્યા છે. કર્મઠ વ્યક્તિત્વ છે. શિક્ષિત છે. એમ.કોમ અને એલ.એલ.બી સુંધીનો અભ્યાસ કરેલો છે.

દેશનાં યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં સમાજનાં તમામ વર્ગાનો લોકોને પ્રતિનિધિત્વ મળી રહે અને વિકસિત ભારતનો સંકલ્પ સાકાર થાય તે માટે શિક્ષિત કાર્યકરોને દેશની સંસદમાં લઇ જવાની નેમ રાખી છે.


આ પણ વાંચો : યુપી રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના તમામ 8 ઉમેદવાર જીત્યા,સમાજવાદી પાર્ટીના એક ઉમેદવારની હાર

આ પણ વાંચો : હિમાચલ પ્રદેશમાં રાજ્યસભાની ચૂંટણીને લઈને ખેંચતાણ, કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો વચ્ચે નિર્ણય ટાઈ

આ પણ વાંચો : ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીની થઈ જાહેરાત, 4 બેઠક માટે 27 ફેબ્રુઆરીએ થશે મતદાન