Chhota Udaipur/ છોટાઉદેપુરના બોડેલી તાલુકા સેવાસદનમાં આગ

આગ (Fire) લાગતા સુરક્ષાના ભાગરૂપે કચેરીમાં હાજર તમામ કર્મચારીઓને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા હતા

Top Stories Gujarat Others
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકા સેવાસદનમાં આજે આગ (Fire) લાગવાની ઘટના સામે આવી છે

Chhota Udaipur News : છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકા સેવાસદનમાં આજે આગ (Fire) લાગવાની ઘટના સામે આવી છે. બોડેલી પ્રાંત અધિકારીની કચેરીમાં આવેલી SDM ચેમ્બરમાં અચાનક આગ ભભૂકી ઉઠતા કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી. આગ (Fire)ની ઘટનામાં ઓફિસના કમ્પ્યુટર, એ.સી., ટેબલ, ખુરશી સહિતનો સામાન બળી જતાં નુકસાન થયું છે. સદનસીબે કોઈ જાનહાનિ કે ઇજાની ઘટના બની નથી. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે.

બોડેલી તાલુકા સેવાસદનમાં આજે બપોરના સમયે અચાનક આગ (Fire) લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. માહિતી મુજબ બોડેલી પ્રાંત કચેરીમાં આવેલી SDM ચેમ્બરમાંથી ધુમાડો નીકળતો જોવા મળતાં કર્મચારીઓ સતર્ક બન્યા હતા. થોડા જ સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં સમગ્ર કચેરીમાં દોડધામ મચી ગઈ હતી.

ઘટનાની જાણ થતાં કચેરીમાં હાજર કર્મચારીઓ અને અધિકારી અને કર્મચારીઓ દ્વારા સૌપ્રથમ ફાયર સેફટીના સાધનો દ્વારા આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. સાથે જ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર ફાઇટરની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગને વધુ ફેલાતી અટકાવી સંપૂર્ણપણે કાબૂમાં લીધી હતી.

આગ (Fire) લાગતા સુરક્ષાના ભાગરૂપે કચેરીમાં હાજર તમામ કર્મચારીઓને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા હતા. જેના કારણે કોઈ જાનહાનિ કે ઇજાની ઘટના નોંધાઈ નથી. જો કે આગના કારણે SDM ચેમ્બરમાં રાખવામાં આવેલા કમ્પ્યુટર, એર કન્ડિશનર, ફર્નિચર, સહિતની વસ્તુઓ આગની ચપેટમાં આવી જતા નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે.

પ્રાથમિક તપાસમાં વીજ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જોકે આગનું ચોક્કસ કારણ જાણવા માટે સંબંધિત વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આગ બાદ સમગ્ર સેવાસદનની કામગીરી તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવી હતી અને કર્મચારીઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

આ ઘટનાને પગલે સેવાસદનમાં આવતા અરજદારો અને નાગરિકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. હાલ નુકસાનનું મૂલ્યાંકન કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને આગના કારણે થયેલા નુકસાન અંગે વિગતવાર અહેવાલ તૈયાર કરવામાં આવી રહ્યો છે.

બોડેલી તાલુકા સેવાસદનમાં લાગેલી આગમાં જાનહાનિ ટળી હોવા છતાં સરકારી સંપત્તિને નુકસાન પહોંચ્યું છે. હાલ આગના કારણો અને નુકસાન અંગે તપાસ ચાલી રહી છે.


આ પણ વાંચો:દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ભયાનક અકસ્માત: દોડતી કારમાં લાગી આગ, એક વ્યક્તિ જીવતું ભડથું

આ પણ વાંચો:દિલ્હીના વિવેક વિહારમાં ભીષણ આગ, AC બ્લાસ્ટથી 9ના મોત, બચાવ કામગીરી ચાલુ

આ પણ વાંચો:દિલ્હીના સાધ નગરમાં ભીષણ આગ, ઇમારતમાં ફસાયેલા 9 લોકોનું દિલધડક રેસ્ક્યુ