Delhi News/ દિલ્હીના સાધ નગરમાં ભીષણ આગ, ઇમારતમાં ફસાયેલા 9 લોકોનું દિલધડક રેસ્ક્યુ

Delhiના સાધ નગર વિસ્તારમાં એક ઇમારતમાં ભીષણ આગ લાગી. ધુમાડામાં ફસાયેલા પરિવારના 9 સભ્યોને ફાયર બ્રિગેડની 30 ગાડીઓએ સુરક્ષિત બહાર કાઢ્યા.

Top Stories India
Delhi Sadh Nagar Fire

Delhi Sadh Nagar Fire: દેશની રાજધાની દિલ્હીના દક્ષિણ-પશ્ચિમ જિલ્લામાં આવેલા સાધ નગર વિસ્તારમાં આજે સવારે એક રહેણાંક ઇમારતમાં ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે ઇમારતમાં રહેતા લોકો બહાર નીકળી શક્યા નહોતા. જોકે, ફાયર બ્રિગેડની સતર્કતાને કારણે એક મોટી જાનહાનિ ટળી છે.

Delhi : ધુમાડાના કારણે ઇમારતમાં ફસાયા લોકો

મળતી માહિતી મુજબ, આગ બિલ્ડિંગના એક હિસ્સામાં શરૂ થઈ હતી, પરંતુ જોતજોતામાં કાળા દિબાંગ ધુમાડાના ગોટા આખી ઇમારતમાં ફેલાઈ ગયા હતા. ધુમાડો એટલો પ્રબળ હતો કે અંદર રહેલા લોકો બહાર નીકળી શક્યા નહોતા અને મદદ માટે બૂમો પાડવા લાગ્યા હતા. ઇમારતમાં એક જ પરિવારના 9 સભ્યો ફસાઈ ગયા હતા, જેમના જીવ જોખમમાં મુકાયા હતા.

30 ફાયર ફાઇટરોનું દિલધડક રેસ્ક્યુ ઓપરેશન

દિલ્હીમાં બનેલી આગની ઘટનાની જાણ થતા જ દિલ્હી ફાયર સર્વિસની ૩૦ જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને ફાયર ફાઇટરો દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ ભીષણ આગ અને ધુમાડા વચ્ચે ફસાયેલા તમામ 9 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે, જે અત્યંત રાહતના સમાચાર છે. હાલની સ્થિતિએ તમામ લોકો સુરક્ષિત છે અને કોઈ પણ પ્રકારની જાનહાનિના અહેવાલ નથી, જોકે 30 ગાડીઓ દ્વારા આગ પર સંપૂર્ણ કાબૂ મેળવવાની કામગીરી હજુ પણ સતત ચાલુ છે.

આગનું કારણ હજુ અસ્પષ્ટ

આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની આશંકા સેવાઈ રહી છે, પરંતુ ફાયર વિભાગ અને પોલીસ તપાસ બાદ જ સાચું કારણ બહાર આવશે. અત્યારે પ્રાથમિકતા આગને સંપૂર્ણપણે ઓલવવાની અને કુલિંગ પ્રક્રિયાની છે.

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, જો ફાયર બ્રિગેડ સમયસર ન પહોંચી હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત. અત્યારે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે.


આ પણ વાંચો: ભારત માટે મોટા સમાચાર! શિવાલિક’ બાદ ‘નંદા દેવી’ જહાજ પણ સુરક્ષિત, 46,000 ટન LPG ભારત આવશે

આ પણ વાંચો: PM મોદી આજે કોલકાતામાં કરોડોના પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે 

આ પણ વાંચો: ‘રમઝાનના પવિત્ર મહિનામાં યુદ્ધ દુઃખદ છે…’, PM મોદી અને ઈરાનના રાષ્ટ્રપતિ વચ્ચે ફોન પર વાતચીત