બનાસકાંઠા,
બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં વિદ્યાર્થીનીને શિક્ષકે માર માર્યો હોવાની બીજી ઘટના સામે આવી છે. ડીસાની સરદાર પટેલ પ્રાથમિક શાળાની ઘટના સામે આવી છે.ધો.3 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની શાળાએ મોઝા પેરીને ન જતા શિક્ષિકા ગુસ્સે ભરાઈને માર માર્યો છે.
ધો.3માં ફરજ બજાવતી શીતલ ઠાકોર નામની શિક્ષિકાએ વિધાર્થિને લોખંડની ફૂટપટ્ટી વડે માર માર્યો છે. વિદ્યાર્થીનીના માતા-પિતાને જાણ થતા વિદ્યાર્થીનીના પિતાએ ડીસા શિ.અધિકારીને રજુઆત કરી છે.
આપને જણાવી દઈએ કે વિદ્યાર્થીનીના માથાના ભાગે ગંભીર ઇજાઓ થઇ છે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
