Not Set/ સોશિયલ મીડિયા પર લાલકૃષ્ણની શેર કરી ફોટો, વિદ્યાર્થી વિરુદ્ધ નોંધાઇ ફરીયાદ

ભારતીય જનતા પાર્ટીનાં દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીની વાંધાજનક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરવા બદલ બે લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. જેમની સામે આ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે તેમાં એક અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીનો વિદ્યાર્થી શામેલ છે. આ અંગે પોલીસે જણાવ્યું હતું કે ભાજપનાં નેતા પ્રતિક ચૌહાણે ફરિયાદ નોંધાવી હતી, ત્યારબાદ અમે આ કેસમાં […]

Top Stories India

ભારતીય જનતા પાર્ટીનાં દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીની વાંધાજનક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરવા બદલ બે લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. જેમની સામે આ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે તેમાં એક અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીનો વિદ્યાર્થી શામેલ છે. આ અંગે પોલીસે જણાવ્યું હતું કે ભાજપનાં નેતા પ્રતિક ચૌહાણે ફરિયાદ નોંધાવી હતી, ત્યારબાદ અમે આ કેસમાં એફઆઈઆર દાખલ કરી છે અને આ મામલે તપાસ શરૂ કરી છે. તેમણે કહ્યું કે, પ્રથમ આરોપી એએમયુનો વિદ્યાર્થી છે, જ્યારે બીજા આરોપીની તપાસ ચાલી રહી છે.

આ મામલો ઉત્તર પ્રદેશનાં મુરાદાબાદનો છે જ્યાં બે ઉન્માદી ભાઈઓ મોહમ્મદ અલીને જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યા છે કારણ કે તેમણે ભાજપનાં નેતા લાલકૃષ્ણ અડવાણીને જન્મદિવસ પર અભિનંદન પાઠવ્યા હતા. જાણીને થોડી નવાઇ જરૂર લાગી હશે પરંતુ આ સત્ય છે. જમાવી દઇએ કે નૌગાંવા સાદાત શહેરમાં રહેતા મોહમ્મદ અલી ભાજપનાં કાર્યકર્તા છે. તેઓ ભાજપનાં વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને જન્મદિવસ પર અભિનંદન આપવા માટે 8 નવેમ્બરનાં રોજ દિલ્હી ગયા હતા. આ પછી, મોહમ્મદ અલીનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો હતો.

મોહમ્મદ અલીનાં જણાવ્યા અનુસાર, શહેરનાં ઇન્તેખાબ અને તેના ભાઈ ઇમરાને સોશિયલ મીડિયા પર તેમની પોસ્ટ પર અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો. આ પછી બંનેએ મોહમ્મદ અલીને ફોન કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમના દ્વારા કરવામા આવેલી અભ્દ્ર ભાષાની રેકોર્ડિંગ પીડિત પાસે છે. પીડિતે નૌગાંવા પોલીસ સ્ટેશનમાં તાહિર આપીને કાર્યવાહી કરવાની માંગ કરી છે. ઈન્સ્પેકટર અજય કુમારે જણાવ્યું હતું કે, તાહિરનાં આધારે ઈન્તેખાબ અને ઇમરાન વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. તપાસ બાદ કાર્યવાહી કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.