દેશમાં જ્યા ડુંગળીનાં ભાવ લોકોનાં આંખમાં આશુ લાવી રહ્યા છે. આ હજી ઓછુ હતુ કે હવે લસણનાં ભાવમાં પણ ભડતો જોવા મળી રહ્યો છે. ગુજરાતનાં ભાવનગરમાં લોકો ગાંઠીયા અને દાળ પૂરી ખાવાનું ખૂબ પસંદ કરે છે. પરંતુ જે સમયથી ડુંગળીનાં ભાવમાં વધારો થયો છ, ત્યારથી ટેસ્ટ ફીકા પડી ગયા હોવાનુ લોકોનું માનવુ છે. જો કે અહી ગાઠીયા સાથે પપૈયાની ચટણી આપવામાં આવે છે પણ સામે બીજી તરફ દાળ પૂરી સાથે ડુંગળી હોવી જરૂરી છે. ડુંગળી વગર દાળ પૂરીનો ટેસ્ટ ફીકો લાગે.

ભાવનગરમાં વહેલી સવાર થી બપોર સુધી લોકો દાળ પૂરીની લિજ્જત માણતા હોય ત્યારે ડુંગળી મોંઘી થતા રેસ્ટોરન્ટવાળાને ભારે મુશ્કેલી પડી રહી છે. જો ડુંગળી ન આપે તો કસ્ટમર ઓછા થઇ જાય અને ડુંગળી આપે તો નુકશાન જાય, ત્યારે પહેલા રેગ્યુલર 6 પૂરી સાથે ડીશ આપવામાં આવતી હતી જેને બદલે હવે એક પૂરી ઘટાડી દેવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
