દુષ્કર્મનાં આરોપસર ભારતીય જનતા પાર્ટીમાંથી હાંકી કાઠવામાં આવેલા પૂર્વ ધારાસભ્ય કુલદિપસિંહ સેંગરની પત્ની સંગીતા સેંગરને આગામી પંચાયતની ચૂંટણીઓ માટે ભાજપનાં ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.
મહાકુંભ -2121 / હરિદ્વાર આવતા વીઆઇપીને પણ કોરોનાની તપાસ કરાવવી પડશે, સંઘના વડા ભાગવતની ટીમનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ એન્ટ્રી
સંગીતા ઉન્નાવ જિલ્લા પંચાયત માટે ફતેહપુર ચૌરાસીથી ચૂંટણી લડશે. આ પહેલા, તેમણે 2016 માં પંચાયતનાં પ્રમુખની ચૂંટણી જીતી હતી. પક્ષનાં સુત્રોએ જણાવ્યું છે કે, તેમની ઉમેદવારીને પ્રદેશ ભાજપ પ્રમુખ સ્વતંત્ર દેવ સિંહ અને મહામંત્રી (સંગઠન) સુનિલ બંસલ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ પાછળનું કારણ એપ્રિલ 2018 માં કુલદીપ સેંગરની ધરપકડ બાદ તેના પરિવારને આ વિસ્તારમાં મળેલ સહાનુભૂતિ છે. અહીં ઘણા લોકો માને છે કે તે નિર્દોષ છે અને રાજકીય હરીફો દ્વારા તેમને દોષી ઠેરવવામાં આવ્યા છે. આ ભાવનાઓને ધ્યાનમાં રાખીને ભાજપે સંગીતા સેંગરને મેદાનમાં ઉતાર્યા છે. જણાવી દઈએ કે, આજીવન કેદની સજા ભોગવનારા કુલદીપ સેંગરને ગયા વર્ષે ફેબ્રુઆરીમાં ઉત્તર પ્રદેશ વિધાનસભાની સદસ્યતા નાબૂદ કરવામાં આવી હતી. હાલ તે તિહાડ જેલમાં બંધ છે.
એન્ટિલિયા કેસ / આજે સમાપ્ત થઈ રહ્યા છે સચિન વાઝેના રિમાન્ડ, પ્રદીપ શર્માની મુશ્કેલીઓમાં થશે વધારો
આપને જણાવી દઇએ કે, ભારતીય જનતા પાર્ટીએ જિલ્લા પંચાયતનાં સભ્ય ઉમેદવારોનાં નામની સૂચિ બહાર પાડી છે. આ યાદી ભાજપનાં પ્રદેશ પ્રમુખ સ્વતંત્રદેવ સિંહે બહાર પાડી છે. જાહેર કરેલી યાદીમાં ભાજપ દ્વારા પૂર્વ ધારાસભ્ય કુલદીપસિંહ સેંગરની પત્ની સંગીતા સેંગરને વોર્ડ 22 ફતેહપુર ચૌરાસી 3 માંથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. જણાવી દઈએ કે, કુલદીપની પત્ની સંગીતા સેંગર જિલ્લા પંચાયત પ્રમુખ છે અને તેઓ વર્ષ 2016 માં સ્વતંત્ર પ્રમુખ બન્યાં હતાં.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
