Not Set/ આત્મહત્યા/ વેપારી અને રત્નકલાકારે ટુંકાવ્યું જીવન, યુવકે કર્યો નાકામ પ્રયાસ

આત્મહત્યા અને જીવન ટુંકાવવાનાં કિસ્સાઓનું હાલમાં પ્રમાણ ખુબ વધેલું હોય તેવું જોવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં રોજ કોઇને કોઇ જગ્યાએ આત્મહત્યાનાં કિસ્સા રોજેરોજ નોંધવામાં આવી રહ્યા છે. માણસની એવી તે શી મજબૂરી હશે કે, પોતાની જાતની સાથે સાથે પોતાના વાલસોયાઓની જાત પણ આત્મહત્ય કરી દોઝખ બનવા માટે મજબૂર થઇ જાય છે. આજે ફરી ગુજરાતમાં 3 […]

Top Stories Gujarat Others
7828 suicide e1571744634826 આત્મહત્યા/ વેપારી અને રત્નકલાકારે ટુંકાવ્યું જીવન, યુવકે કર્યો નાકામ પ્રયાસ

આત્મહત્યા અને જીવન ટુંકાવવાનાં કિસ્સાઓનું હાલમાં પ્રમાણ ખુબ વધેલું હોય તેવું જોવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં રોજ કોઇને કોઇ જગ્યાએ આત્મહત્યાનાં કિસ્સા રોજેરોજ નોંધવામાં આવી રહ્યા છે. માણસની એવી તે શી મજબૂરી હશે કે, પોતાની જાતની સાથે સાથે પોતાના વાલસોયાઓની જાત પણ આત્મહત્ય કરી દોઝખ બનવા માટે મજબૂર થઇ જાય છે. આજે ફરી ગુજરાતમાં 3 આત્મહત્યાનાં કિસ્સા સામે આવ્યા છે.

અમરેલી

અમરેલીનાં ધારી પાસે આવેલા ખોડીયાર ડેમ પાસે એક યુવકનો મૃતદેહ મળ્યો છે. યુવક બે દિવસ પહેલા કોઇને પણ કહ્યા વગર ઘરથી નિકળી ગયો હતો. યુવક હીરા બજારમાં કામ કરતો રત્નકલાકાર હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવી રહ્યું છે. અને મંદીના કારણે પૈસાની ખેંચતાણમાં આત્મહત્યા કરી લાધી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પોલીસે ઘટના સ્થળે જઇ આ મામલે વધું તપાસ હાથ ધરી છે.

જેતપુર

જેતપુરમાં દેવુ વધી જતાં વેપારી દ્વારા આપઘાત કરી લેવામાં આવ્યો હોવાનું સામે આવી રહ્યું છે. જેતપૂર પાસે આવેલ પીઠડીયા ટોલ ટેક્સ પાસેની ઘટના છે.  ઘટના સ્થળેથી કારમાંથી વેપારીનો મૃતદેહ મળી આવ્યો છે. જેતપુરમાં  વેપારીની કરિયાણાની દુકાન હોવાની વિગતો સાપડી રહી છે. મૃતક પાસેથી સુસાઇડ નોટ પણ મળી આવી છે. આમા પણ આર્થિક સંકટ જવાબદાર હોવાની વાત સામે આવી રહી છે. દેવું વધી જતાં વેપારીએ આપઘાત કર્યો હેવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

વડોદરા

પોલીસ સ્ટેશનમાં જ યુવક દ્વારા આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. રાવપુરા પોલીસ સ્ટેશનમાં એક શખ્સે પોતાને બ્લેડ મારી દીધી હતી અને આત્મહત્યાનો નાકામ પ્રયાસ કર્યો છે. પત્ની પિયર જતી રહેતા પતિ દ્વારા આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું પ્રાથમીક તપાસમાં સામે આવી રહ્યું છે. પોલીસ સ્ટેશનમાં શરીરે બ્લેડો મારી યુવાને પોતાને લોહીલુહાણ કર્યો હતો. જો કે, પોલીસ સ્ટેશન હોવાથી તુરંતમાં જ 108 એમ્બ્યુલન્સ દ્વારા યુવાનને હોસ્પિટલ ખસેડાયો છે.

આમ ગુજરાતમાં આજે સામે આવેલા આત્મહત્યાના કિસ્સામાં એક કિસ્સો પારિવારીક ઝગડાનો હોવાનું સામે આવે છે, જેકે, તેમા યુવકનો બચાવ થવા પામ્યો છે.ત્યારે અન્ય બે કિસ્સા આર્થિક કષ્ટામણનાં હોવાનું સામે આવી રહ્યું છે. અને આર્થિક રીતે પડી ભાંગતા બને યુવકો દ્વારા આત્મહત્યાનો માર્ગ લેવામાં આવ્યાનું પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.