Not Set/ બુલંદ શહેર હિંસા : હું ભાગેડુ નથી, મને ફસાવવામાં આવી રહ્યો છે

દિલ્લી ઉત્તર પ્રદેશમાં બુલંદ શહેરમાં ગૌહત્યા મામલે પોલીસ ઇન્સ્પેક્ટર સુબોધ સિંહની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યાને લઈને કેટલાક અજાણ્યા લોકોના નામ સામે આવ્યા છે. જેમાંથી એક સૈનિકનું નામ પણ બહાર આવ્યું છે. Jitu Fauji, an accused in #BulandshaharViolence: I am not an absconder. I haven't done anything wrong. I am being framed. […]

Top Stories India Trending
as 1 બુલંદ શહેર હિંસા : હું ભાગેડુ નથી, મને ફસાવવામાં આવી રહ્યો છે

દિલ્લી

ઉત્તર પ્રદેશમાં બુલંદ શહેરમાં ગૌહત્યા મામલે પોલીસ ઇન્સ્પેક્ટર સુબોધ સિંહની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યાને લઈને કેટલાક અજાણ્યા લોકોના નામ સામે આવ્યા છે. જેમાંથી એક સૈનિકનું નામ પણ બહાર આવ્યું છે.

આ સૈનિકનું નામ જીતેન્દ્ર મલિક ઉર્ફ જીતું છે.

શનિવારે અડધી રાત્રે જીતુને જમ્મુ-કાશ્મીરથી ઇન્સ્પેકટર સુબોધ સિંહની હત્યા કરવા મામલે ધરપકડ કરવામાં આવી હતી.

સ્થાનિક કોર્ટ દ્વારા તેને ૧૪ દિવસ માટે ન્યાયાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.

આરોપી જીતુએ બુલંદ શહેર હિંસા મામલે કહ્યું હતું કે હું ભાગેડુ નથી. મેં કઈ ખરાબ નથી કર્યું. મને ફસાવવામાં આવ્યો છે.

૩ ડીસેમ્બરના રોજ થયેલી હિંસામાં પોલીસ ઇન્સ્પેકટર સુબોધ સિંહ અને સ્થાનિક યુવક સુબોધ કુમારનું મોત થયું હતું.

સુત્રોના જણાવ્યા પ્રમાણે રજાઓના સમયે આ સૈનિક ઘરે આવ્યો હતો અને વિડીયો પ્રમાણે તેણે પોતાની બંદુકથી સુબોધ સિંહ પર ગોળી ચાલવી હતી અને ત્યારબાદ જમ્મુ ભાગી ગયો હતો.

ઉત્તર પ્રદેશની એસટીએફ ટીમે જમીન આસમાન એક કરીને તેને જમ્મુથી પકડો પડ્યો હતો.

આ મામલે ભારતીય સેનાના ઉચ્ચ અધિકારીઓએ પણ સારો સાથ આપ્યો હતો. એસટીએસ ટીમે આખી રાત આરોપી જીતુની પુછતાછ કરી હતી.

એસટીએફની ટીમ તેને પકડવા માટે જમ્મુ રવાના થઇ ગઈ હતી. જમ્મુમાં અધિકારીઓને આ મામલે જાણ કરી દેવામાં આવી હતી જેથી તે ભાગી ન શકે. ફૌજને જેવી ખબર પડી કે તેમનો જવાન હત્યા કરીને અહિયાં આવ્યો છે તેવી તેમણે તેના પર નજર રાખવાની ચાલુ કરી દીધી હતી અને તેને બહાર જવા પર પણ રોક લગાવી દીધી હતી.