પંજાબમાં/ 300 ફુટ ઊંડા બોરવેલમાં પડી ગયેલા 6 વર્ષના બાળકનું હોસ્પિટલમાં મોત,જાણો કેવી રીતે બની ઘટના

બાળકને ઓક્સિજન પહોંચાડવાની સાથે ખોદકામ શરૂ કરાયું હતું. ઘણી મહેનત બાદ બાળકને બહાર કાઢીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો જ્યાં તેનું મૃત્યુ થયું.

Top Stories India
3 34 300 ફુટ ઊંડા બોરવેલમાં પડી ગયેલા 6 વર્ષના બાળકનું હોસ્પિટલમાં મોત,જાણો કેવી રીતે બની ઘટના

પંજાબના હોશિયારપુરના ગાદરીવાલા ગામમાં એક છ વર્ષના બાળકનું બોરવેલમાં પડી જવાથી મોત થયું છે. બાળક રખડતા શ્વાનથી પોતાને બચાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે તેનો પગ લપસી ગયો અને બોરવેલમાં પડી ગયો. ઘટનાસ્થળે ઉતાવળમાં બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. બાળકને ઓક્સિજન પહોંચાડવાની સાથે ખોદકામ શરૂ કરાયું હતું. ઘણી મહેનત બાદ બાળકને બહાર કાઢીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો જ્યાં તેનું મૃત્યુ થયું.

આ ઘટના હોશિયારપુર જિલ્લા મુખ્યાલયથી 25 કિમી દૂર છે. અહીં 6 વર્ષનો રિતિક લગભગ 300 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગયો હતો. લગભગ 95 ફૂટ નીચે જતાં બાળક ફસાઈ ગયું હતું. માહિતી મળ્યા બાદ બાળકને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. બોરવેલ સુધી પહોંચવા માટે ટનલ ખોદવા માટે જેસીબી મશીન તૈનાત કરવામાં આવ્યું હતું.

પંજાબના હોશિયારપુરમાં એક બોરવેલ ખુલ્લો હતો, જ્યારે એક રખડતું શ્વાન ત્યાંથી પસાર થતાં બાળક ડરી ગયો હતો અને  બચવાના પ્રયાસમાં ભાગી રહ્યો હતો,ત્યારે પગ લપસી પડતાં ખુલ્લા બોરવેલમાં પડી ગયો.આ ઘટના બાદ મા સેનાને બચાવ માટે બોલાવવામાં આવી હતી. પ્રશાસનના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું કે બાળક રવિવારે સવારે 9 વાગ્યે બોરવેલમાં પડી ગયો હતો. બચાવ દરમિયાન બાળકને ઓક્સિજન પહોંચાડવામાં આવ્યો હતો. મશીનો વડે ખોદકામ શરૂ કરાયું હતું. બાળક 95 ફૂટ પર ફસાઈ ગયું હતું. બાળકને બહાર કાઢવા માટે પાઇપનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર રિતિકને જ્યારે બહાર કાઢવામાં આવ્યો ત્યારે તે બેભાન અવસ્થામાં હતો.તેને સત્વરે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતો પરતું હોસ્પિટલમાં તેનું મૃત્યુ થઇ ગયું હતું.