Stock Market/ ભારતીય શેરબજારમાં બ્લડ બાથ, સેન્સેક્સમાં 1,170 પોઈન્ટનો કડાકો

સપ્તાહનો પહેલો દિવસ સોમવાર શેરબજાર માટે સારો રહ્યો નથી. શરૂઆતથી, BSE ના 30-શેર સેન્સેક્સ અને NSE નો નિફ્ટી લાલ નિશાનમાં વેપારકરી રહ્યા હતા. BSE સેન્સેક્સ ટ્રેડિંગના અંતે 1170 પોઈન્ટ ઘટીને બંધ થયો

Top Stories Business
BSE સેન્સેક્સ ભારતીય શેરબજારમાં બ્લડ બાથ, સેન્સેક્સમાં 1,170 પોઈન્ટનો કડાકો
  • નીફ્ટીમાં 348 પોઈન્ટનો કડાકો
  • પેટીએમના રોકાણકારો બરાબર ધોવાયા
  • આજે પેટીએમનો શેર 13 ટકા તૂટ્યો
  • મીડકેપ-સ્મોલકેપમાં 2 ટકાનો કડાકો
  • લગભગ તમામ સેક્ટરમાં ભારે ધોવાણ
  • ચારેતરફથી ભારે વેચવાલીનું દબાણ

સપ્તાહનો પહેલો દિવસ સોમવાર શેરબજાર માટે સારો રહ્યો નથી. શરૂઆતથી, BSE ના 30-શેર સેન્સેક્સ અને NSE નો નિફ્ટી લાલ નિશાનમાં વેપાર કરવાનું ચાલુ રાખ્યું છે. BSE સેન્સેક્સ ટ્રેડિંગના અંતે 1170 પોઈન્ટ ઘટીને બંધ થયો હતો, જ્યારે NSE નિફ્ટી 348 પોઈન્ટ ઘટીને બંધ થયો હતો.

સેન્સેક્સ-નિફ્ટી લીલા નિશાન સુધી પહોંચી શક્યા નથી
સેન્સેક્સ આજે 287.16 પોઈન્ટ અથવા 0.48 ટકાના ઘટાડા સાથે 59,348.85 પર ખુલ્યો હતો અને ટ્રેડિંગના અંત સુધી સતત ઘટાડો ચાલુ રહ્યો હતો. દિવસના ટ્રેડિંગ દરમિયાન, તે 1333.88 પોઈન્ટ અથવા 2.24 ટકા ઘટીને 58,302.13 ના સ્તરે પહોંચ્યો હતો. જોકે, ટ્રેડિંગના અંતે સેન્સેક્સ થોડો સુધર્યો હતો અને 1170 પોઈન્ટ ઘટીને 58,465.89 પર બંધ થયો હતો.

NSE નિફ્ટી ખરાબ રીતે લપસી ગયો
એનએસઈના નિફ્ટી માટે પણ આજનો દિવસ ખરાબ રહ્યો અને નિફ્ટી પણ નબળી શરૂઆત કર્યા બાદ રિકવર થઈ શક્યો નહીં. બજારની શરૂઆતમાં નિફ્ટી 87.35 પોઈન્ટ અથવા 0.49 ટકાના ઘટાડા સાથે 17,677.45 પર ખુલ્યો હતો. તે પછી જેમ જેમ દિવસ આગળ વધતો ગયો તેમ તેમ તેમાં ઘટાડો થતો ગયો. ટ્રેડિંગ દરમિયાન નિફ્ટી 392.45 પોઈન્ટ અથવા 2.41 ટકા ઘટીને 17372.35ની નીચી સપાટીએ પહોંચી ગયો હતો. કારોબારના અંતે નિફ્ટી 348 પોઈન્ટના ઘટાડા સાથે 17,416 પર બંધ રહ્યો હતો.

ગુરુવારે પણ ઘટાડા સાથે બંધ રહ્યો હતો
ગુરુવારે છેલ્લા ટ્રેડિંગ દિવસે શેરબજાર ઘટાડા સાથે બંધ થયું હતું. સ્થાનિક શેરબજારની સાથે એશિયન માર્કેટમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. ગુરુવારે બીએસઈનો 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 372.32 પોઈન્ટ ઘટીને 59,636.01 પર અને નિફ્ટી 133.85 પોઈન્ટ ઘટીને 17,764.80 પર બંધ થયા છે.

Paytm એ રોકાણકારોને મોટો ઝટકો આપ્યો

ડિજિટલ પેમેન્ટ સર્વિસ પૂરી પાડતી દેશની દિગ્ગજ Paytm એ રોકાણકારોને મોટો ઝટકો આપ્યો છે. Paytm ની પેરેન્ટ કંપની One97 કોમ્યુનિકેશનના શેરમાં લિસ્ટિંગના દિવસથી શરૂ થયેલો ઘટાડો, જેણે રૂ. 18,300 કરોડનો અત્યાર સુધીનો સૌથી મોટો IPO મૂક્યો હતો, તે હજુ પણ ચાલુ છે. ભારતની સૌથી મોટી ડિજિટલ પેમેન્ટ કંપનીએ તેના ટ્રેડિંગના પ્રથમ દિવસે તેના મૂલ્યના ત્રીજા કરતાં વધુ મૂલ્ય ગુમાવ્યું છે. આ એક મોટી ટેક્નોલોજી કંપની દ્વારા અત્યાર સુધીની સૌથી ખરાબ ડેબ્યૂ છે. કેટલાક રોકાણકારો દ્વારા IPOને વૈશ્વિક મૂડી પ્રત્યે દેશની વધતી અપીલના પ્રતીક તરીકે જોવામાં આવે છે. ખાસ કરીને એવા રોકાણકારો માટે, જેઓ ચીનનો વિકલ્પ શોધી રહ્યા છે. હાલમાં, તેના શેરની કિંમત ઇશ્યૂ કિંમત કરતાં લગભગ 44 ટકા ઘટી છે.

ઉડતા ગુજરાત / સુરત બાદ રોઝી બંદર પાસેથી રૂપિયા 10 કરોડનું ડ્રગ્સ ઝડપાયું

કૃષિ આંદોલન / ઓવૈસી અને ભાજપ વચ્ચે છે કાકા-ભત્રીજાનો સંબંધ : રાકેશ ટિકૈત