keshod/ ફી વિવાદ : વી.એસ પબ્લિક સ્કૂલની ફી મામલે હવે શું થશે?

કેશોદના વાલીઓ દ્વારા વી.એસ પબ્લિક સ્કૂલ દ્વારા વધુ ફી માંગતા હોવાથી વિરોધ સૂત્રોચાર કરાયો હતો. કોરોના સંક્રમણના કારણે શાળાઓ બંધ છે જેથી રાજ્ય સરકાર દ્વારા શાળાઓની ફી મા ઘટાડો કરવાની જાહેરાત પણ કરાય છે.

Top Stories Others
sanjay shrivastav 1 ફી વિવાદ : વી.એસ પબ્લિક સ્કૂલની ફી મામલે હવે શું થશે?

@ચેતન પરમાર, જૂનાગઢ

કેશોદના વાલીઓ દ્વારા વી.એસ પબ્લિક સ્કૂલ દ્વારા વધુ ફી માંગતા હોવાથી વિરોધ સૂત્રોચાર કરાયો હતો. કોરોના સંક્રમણના કારણે શાળાઓ બંધ છે જેથી રાજ્ય સરકાર દ્વારા શાળાઓની ફી મા ઘટાડો કરવાની જાહેરાત પણ કરાય છે. કોરોના જેવી સ્થિતિમાં કેશોદ ની વી.એસ પબ્લિક સ્કૂલ શાળા સંચાલકો દ્વારા ઓનલાઇન શિક્ષણમાં પણ ધાંધિયા કરતા હોવાના વાલીઓ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે.
જોકે શાળા દ્વારા ફી ઘટાડાનો લાભ ન મળતો હોવાનું સામે આવી રહ્યું છે. વાલીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે શાળા સંચાલક દ્વારા વધુ ફી ઉઘરાવવામાં આવી રહી હોવાના વાલીઓ દ્વારા અનેક આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. ફી ને લઈ વાલીઓમાં રોસ જોવા મળી રહ્યો હતો.

#divali / ફટાકડાને લઈને અમદાવાદ પો.કમિશનરનું જાહેરનામું, આ વસ્તુઓ પર લ…

ત્યારે વાલીઓ દ્વારા શાળા સામે દેખાવો અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. વાલીઓએ એકઠા થઇ અમારી માંગે પુરી કરો તેવા સુત્રોચાર કર્યા હતા અને શાળા દ્વારા ફી ઘટાડવામાં આવે તેવી સરકાર સામે પણ દેખાવ સુત્રોચાર કરી માંગણીઓ કરાઈ હતી. ત્યારે વાલીઓ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે કેશોદ વી.એસ પબ્લિક સ્કૂલ દ્વારા યોગ્ય ન્યાય નહીં મળે તો સ્કૂલમાંથી બાળકોના સર્ટિ પણ કઢાવી નાખશું. વાલીઓ દ્વારા અંતમાં ચીમકી પણ આપવામાં આવી હતી.