જૂનાગઢ/ પરબ ધામમાં વર્ષોથી યોજાતો અષાઢી બીજનો મેળો રદ, આ છે મોટું કારણ

હિન્દુ પરંપરામાં એષાઢી બિજનું ખુબ જ મહત્વ રહેલુ છે. પરબધામ ખાતે દરવર્ષે અષાઢી બિજનો મેળો ઉજવવાની પરંપરા આવેલી છે. જેમાં 8 થી 10 લાખ જેટલા શ્રદ્ધાળુંઓ ઉમટી પડે છે.

Gujarat Others Trending
Untitled 79 પરબ ધામમાં વર્ષોથી યોજાતો અષાઢી બીજનો મેળો રદ, આ છે મોટું કારણ

હિન્દુ પરંપરામાં એષાઢી બિજનું ખુબ જ મહત્વ રહેલુ છે. પરબધામ ખાતે દરવર્ષે અષાઢી બિજનો મેળો ઉજવવાની પરંપરા આવેલી છે. જેમાં 8 થી 10 લાખ જેટલા શ્રદ્ધાળુંઓ ઉમટી પડે છે.પરંતુ આ દરમિયાન ગુજરાતમાં આવી રહેલા વાવાઝોડાને પગલે અષાઢી બીજનો મેળો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ વર્ષે તમામ તૈયારીઓ પૂર્ણ થયા છતાં મહંત કરસનદાસ બાપુએ ઘોષણા કરી છે કે બિપોરજોય વાવાઝોડાને લીધે સંકટનો સમય છે આ કપરા સમય સંજોગો અને પરિસ્થિતિને લીધે લોકમેળો નહિ યોજવા નિર્ણય કર્યો છે. પરબધામ મેળામાં આઠ થી દસ લાખ લોકો સતદેવીદાસ અમરદેવીદાસ બાપુની સમાધીને શીસ જુકાવતા હોય છે.

ઉલ્લેખનીય છે કે પરબધામ હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતિકસમુ ધામ છે અને લોકોની આસ્થાનું કેન્દ્ર છે. પરબધામ ખાતે દર વર્ષે અષાઢી બીજની ઉજવણી ભક્તિભાવથી કરવામાં આવે છે, જેમાં દેશ-વિદેશના મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી પડે છે,  ત્યારે આ વર્ષે વર્ષે 2023 નો અષાઢી બીજનો મેળો રદ્દ કરવામાં આવ્યો છે. તમામ લોકોને વિનંતી છે કે આમાં સાથ સહકાર આપશો.

આ પણ વાંચોઃ Biperjoy/ વાવાઝોડાનું સમયપત્રક બદલાયુઃ ચારથી આઠમાં નહી પણ સાંજે સાતથી નવમાં ટકરાશે

આ પણ વાંચોઃ Biperjoy/ વાવાઝોડાનું સમયપત્રક બદલાયુઃ ચારથી આઠમાં નહી પણ સાંજે સાતથી નવમાં ટકરાશે

આ પણ વાંચોઃ Cyclone Biparjoy/ ગુજરાતથી હવે 180 કિમી દૂર ‘બિપરજોય’, કચ્છ-સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ, કેટેગરી 3નું અત્યંત તીવ્ર ચક્રવાતી તોફાન

આ પણ વાંચોઃ બિપરજોય/ બિપોરજોય વાવાઝોડાના લગતે દરેક વીમા ક્લેમ ઝડપથી પતાવવા અત્યારથી જ તાકીદ