Not Set/ પશ્ચિમ બંગાળ : નવા વર્ષે સીએમ મમતા બેનર્જીએ ખેડૂતોને આપી આ બે ભેટ

દેશભરમાં નવા વર્ષની ઉજવણી કરવામાં આવી છે તેવામાં પશ્ચિમ બંગાળના ખેડૂતો  માટે નવા વર્ષે સારા સમાચાર આવ્યા છે. ત્રણ રાજ્યોમાં ખેડૂતોને લોનમાં માફી આપ્યા બાદ મમતા બેનર્જીએ પણ ખેડૂતોના હિતમાં પગલું ઉઠાવ્યું છે. નવા વર્ષની શરુઆતમાં જ તેમણે ખેડૂતો માટે બે યોજનાની જાહેરાત કરી છે. W. Bengal CM: We’ve announced 2 programmes; first is for […]

Top Stories India Trending
PTI2 2 2018 000146B પશ્ચિમ બંગાળ : નવા વર્ષે સીએમ મમતા બેનર્જીએ ખેડૂતોને આપી આ બે ભેટ

દેશભરમાં નવા વર્ષની ઉજવણી કરવામાં આવી છે તેવામાં પશ્ચિમ બંગાળના ખેડૂતો  માટે નવા વર્ષે સારા સમાચાર આવ્યા છે. ત્રણ રાજ્યોમાં ખેડૂતોને લોનમાં માફી આપ્યા બાદ મમતા બેનર્જીએ પણ ખેડૂતોના હિતમાં પગલું ઉઠાવ્યું છે.

નવા વર્ષની શરુઆતમાં જ તેમણે ખેડૂતો માટે બે યોજનાની જાહેરાત કરી છે.

પ્રથમ યોજનામાં ખેડૂતોએ પાક માટે જે વીમા યોજનાના લીધી છે તેના પ્રીમીયમ હવે રાજ્ય સરકાર ભરશે.

બીજી યોજનામાં ખેડૂતોને વાર્ષિક પ્રતિ એકરના ૫૦૦૦ રૂપિયા આપવામાં આવશે અને જો વર્ષ ૧૮ થી ૬૦ વર્ષની ઉંમર વચ્ચે કોઈ ખેડૂતનું મૃત્યુ થઇ જશે તો તેના પરિવારને ૨ લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે.

પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ વધુમાં કહ્યું હતું કે રાજ્યમાં કુલ ૭૨ લાખ ખેડૂત પરિવાર છે અમે નથી ઇરછતા કે આટલી  મોટી સંખ્યામાં લોકોને નુકશાન થાય. ખેડૂતોને વર્ષમાં બે વાર પ્રતિ એકર પાકની વાવણી કરવા માટે ૨૫૦૦ રૂપિયા આપવામાં આવશે. આ રૂપિયા કૃષિ વિભાગના બજેટમાંથી ખર્ચ કરવામાં આવશે.