Not Set/ વીજળી પડવાથી આ રીતે થઈ શકે છે ‘મોત’, વરસાદમાં આ વાતનું ખાસ ધ્યાન રાખશો

વરસાદમાં વીજળીનો અવાજ આવે ત્યારે આ વાતનું ખાસ ધ્યાન રાખશો

Health & Fitness Trending Lifestyle
Rain 1 વીજળી પડવાથી આ રીતે થઈ શકે છે 'મોત', વરસાદમાં આ વાતનું ખાસ ધ્યાન રાખશો

ચોમાસાની મોસમની શરૂઆત થવા લાગે છે. અને ઘણી વખત તો ગાજવીજ સાથે વીજળી પડવાના સમાચોરો પણ સામે આવતા હોય છે. ત્યારે વીજળી પડવાથી આ રીતે ‘મોત’ પણ થઈ શકે છે. આવો જાણીએ આવા સમયે કેવી રીતે દુર્ઘટનાથી બચી શકાય…

વીજળીના ગડગડાટ સમયે ઘરની અંદર રાખો આ વાતોનું ઘ્યાન

– વીજળીની સંભાવના દરમિયાન ઈલેક્ટ્રીક ઉપકરણોથી દૂર રહો
– તારથી ચાલતા ફોનનો ઉપયોગ ન કરશો
– બારી-બારણાંથી દૂર રહો
– વીજળીના વાહક બને તેવી ચીજોથી દૂર રહો
– ધાતુની પાઈપ, નળ, ફૂવારો, વોશબેઝીન વગેરેથી દૂર રહો

વીજળીના ગડગડાટ સમયે ઘરની બહાર આ ચીજો કરવાથી બચો

– ઊંચા વૃક્ષો વીજળીને આકર્ષતા હોવાથી તેનો આશરો ન લેશો
– આસપાસના ઊંચા બિલ્ડીંગ ધરાવતા વિસ્તારમાં આશરો ન લેશો
– ટોળામાં રહેવાને બદલે છૂટા-છવાયા રહો
– મકાનો આશ્રય માટે ઉત્તમ ગણાય છે
– મુસાફરી દરમિયાન તમારા વાહનમાં જ રહો.
– બાઈક- સ્કુટરજેવી ધાતુની વસ્તુનો બહાર ઉપયોગ ન કરો
– ઇલેક્ટ્રીક-ટેલિફોનના થાંભલા, તાર વગેરે ધાતુની ચીજોથી દૂર રહો
– પુલ, તળાવ, જળાશયથી દૂર રહો.
– પાણીમાં હોવ તો બહાર આવી જાઓ.

કોઇને પણ વીજળીનો ઝટકો લાગે ત્યારે આટલુ કરો

– વીજળીનો ઝટકો લાગે ત્યારે તે વ્યક્તિને જરૂર જણાતા કૃત્રિમ શ્વાસોચ્છવાસ આપો.
– તાત્કાલિક પ્રાથમિક તબીબી સારવાર આપવી જોઇએ.

આ પણ વાંચો- તમારા જન્મના મહિનાથી જાણો તમારી સફળતાનું કેરિયર – નક્ષત્ર અને ચંદ્રની મદદથી

આ પણ વાંચો-  દૂધ સાથે જોડાયેલી એવી 10 હકીકતો, જે તમે નહીં જાણતા હોવ

આ પણ વાંચો-  દૂધીના રસમાં આ ચીજ ઉમેરી પીવાથી માથાનો દુખાવો થશે ગાયબ, જાણો અન્ય 9 ફાયદા વિશે

આ પણ વાંચો-  પોસ્ટ ઑફિસની આ સ્કિમ રોકેલા પૈસા ડબલ કરી આપે છે, મળે છે 6.9% વ્યાજ

આ પણ વાંચો-  ચણા-મેથીનું અથાણું આ રીતે બનાવશો તો, નહીં લાગે મેથીમાં કડવાશ