ધર્મ વિશેષ/ વિદેશ જવું છે પણ વિઝા નથી મળી રહ્યા ? તો મળો સંકટમોચક એવા વિઝા હનુમાન જી ને ….

ચમત્કારિક હનુમાનની કૃપાથી અનેક લોકોને સરળતાથી વિઝા મળ્યા હોવાની વાત દેશ-વિદેશમાં પણ પ્રખ્યાત થઈ છે. ભક્તો જણાવે છે કે આ હનુમાનજી શ્રદ્ધાથી તેમના શરણે આવનારને પરચો આપે જ છે.

Dharma & Bhakti
ખારેક 2 1 વિદેશ જવું છે પણ વિઝા નથી મળી રહ્યા ? તો મળો સંકટમોચક એવા વિઝા હનુમાન જી ને ....

ભારતમાં રહેતા લોકો અમેરીકા, કેનેડા, ઓસ્ટ્રેલીયા, ઈંગ્લેન્ડ, અથવા દુનિયાનાં બીજા કોઈ પણ દેશમાં જવા ઈચ્છે છે ? તેમને વીઝા લેવા છે ? અથવા વીઝા મળતા નથી વીઝા લેવામાં કોઈ મુશ્કેલી નડે છે ? વારંવાર ધક્કા ખાવા પડે છે ? તો નિરાશ થવાની જરૂર નથી, આ તમામ સમસ્યાનો ઉકેલ કષ્ટભંજન દેવ હનુમાન જી પાસે છે.

જી હા, અમદાવાદના ખાડિયા વિસ્તારમાં દેસાઈની પોળમાં આવેલા હનુમાન જીના મંદિરમાં બધા રાખવાથી ભલભલા લોકોના વિઝા મળી જાય છે. ત્યાં સુધી કે આ હનુમાનજી ને લોકો વિઝા હનુમાન તરીકે પણ ઓળખે છે.

રાજ્યના સૌથી મોટા શહેર અમદાવાદનાં રેલ્વે સ્ટેશન પાસે આવેલા ખાડીયા વિસ્તારની દેસાઈની પોળમાં ચમત્કારિક હનુમાનજી મહારાજ બિરાજમાન છે. આ મંદિરની પાસે જ આવેલું છે ધોળેશ્વર મહાદેવનું અતિપ્રાચિન મંદિર છે. આ મંદિર આશરે 400 વર્ષ જૂનું હોવાની માન્યતા છે.

Khadia Hanuman Temple - History, Timings, Accommodations, Puja

કેટલીક સદીઓ પહેલાં (આશરે 400 વર્ષ પહેલાં) આ જગ્યા ઉપર શ્રી ધોળેશ્વર મહાદેવનું મંદિર બનાવ્યુ તેમ જાણવા મળે છે. સાઠોદરા નાગર ગૃહસ્થ શ્રી મહાસુખરામ મલકચંદ્ર પ્રાણવલ્લભનાં સુપુત્ર શ્રી બાપુજી મહાસુખરામે આ ધોળેશ્વર મહાદેવજીનાં મંદિરને એક અનેરૂ સ્વરૂપ આપ્યુ પોતાનાં કુટુંબનાં મંદિરમાં તે વખતે ફક્ત તેમનાં કુટુંબીજનો જ પૂજા કરતાં હતાં. શ્રી બાપુજી મહાસુખરામ તે રાવબહાદુર રણછોડલાલ છોટાલાલનાં સસરાજી હતાં આ ગુજરાતની પવિત્ર ભૂમી ઉપર સૌથી પહેલી મીલ રાવબહાદુર શ્રી રણછોડલાલ છોટાલાલે સ્થાપીત કરી હતી. તેમનાં સસરાશ્રી બાપુજી એ આ મંદિરમાં ચમકારિક શ્રી હનુમાનજીની મુર્તિ મુકાવી તેવુ માનવામાં આવે છે, તે દિવસથી આ દેસાઈની પોળમાં શાંતી અને શક્તિનો આવાસ થયો, જેનો આજે પણ અનુભવ કરી શકાય છે.

ચમત્કારિક હનુમાનની કૃપાથી અનેક લોકોને સરળતાથી વિઝા મળ્યા હોવાની વાત દેશ-વિદેશમાં પણ પ્રખ્યાત થઈ છે. ભક્તો જણાવે છે કે આ હનુમાનજી શ્રદ્ધાથી તેમના શરણે આવનારને પરચો આપે જ છે.

Lines at 'visa wale' Hanumanji temples go up in Trump era | Delhi News -  Times of India

દેશભરમાંથી અનેક લોકો વિઝા મેળવવાની પ્રાર્થના સાથે અહીં દર્શનાર્થે આવે છે. વિઝા મેળવવાની ઈચ્છા રાખતાં લોકો વિઝામાં દસ્તાવેજની કાર્યવાહી શરૂ કરતાં પહેલાં દર શનિવારે હનુમાનજીનાં ચરણોમાં માથું નમાવી આર્શીવાદ લેવાનું ચુકતાં નથી. ભક્તો હનુમાનજીને પ્રસન્ન કરવા પૂજા, આરતી કરે છે અને બજરંગ બલી પણ તેના ભક્તની ઈચ્છા પૂર્ણ કરે જ છે.

એટલે સુધી કે જયારે PM  મોદીને અમેરિકાએ વિઝા નહોતા આપ્યા ત્યારે ભાજપના કેટલાક કાર્યકર્તાઓએ અહીં બધા રાખી હતી 12 વર્ષે અંતે મોદીને અમેરિકાએ વિઝા આપ્યા હતા.