Not Set/ મિત્રની મદદ કરવા 3 શખ્સોએ બનાવ્યો લૂંટનો પ્લાન, પેસેન્જરને રિક્ષામાં બેસાડી લૂંટયો અને પછી..

મિત્રની મદદ કરવા 3 શખ્સોએ બનાવ્યો લૂંટનો પ્લાન, પેસેન્જરને રિક્ષામાં બેસાડી લૂંટયો અને પછી…   ભાવેશ રાજપૂત   અમદાવાદમાં રિક્ષામાં બેસાડીને લૂંટ ચલાવતી ગેંગ ફરિ એક વાર સક્રિય થઈ છે.. વેજલપુરમાં ફતેવાડી મેટ્રો સ્ટેશન પાસે થયેલી લૂંટની ધટનાનો ભેદ પોલીસે ઉકેલ્યો છે.. તમામ 4 આરોપીઓને ઝડપી જેલ હવાલે કર્યા છે.. આરોપીઓની તપાસમાં સામે આવ્યુ કે […]

Ahmedabad Gujarat
IMG 20210619 WA0049 મિત્રની મદદ કરવા 3 શખ્સોએ બનાવ્યો લૂંટનો પ્લાન, પેસેન્જરને રિક્ષામાં બેસાડી લૂંટયો અને પછી..

મિત્રની મદદ કરવા 3 શખ્સોએ બનાવ્યો લૂંટનો પ્લાન, પેસેન્જરને રિક્ષામાં બેસાડી લૂંટયો અને પછી…

 

ભાવેશ રાજપૂત

 

અમદાવાદમાં રિક્ષામાં બેસાડીને લૂંટ ચલાવતી ગેંગ ફરિ એક વાર સક્રિય થઈ છે.. વેજલપુરમાં ફતેવાડી મેટ્રો સ્ટેશન પાસે થયેલી લૂંટની ધટનાનો ભેદ પોલીસે ઉકેલ્યો છે.. તમામ 4 આરોપીઓને ઝડપી જેલ હવાલે કર્યા છે.. આરોપીઓની તપાસમાં સામે આવ્યુ કે તેઓએ આ જ રીતે અગાઉ દાણીલીમડા વિસ્તારમાં પણ લૂંટ ચલાવી હતી..

 

IMG 20210619 WA0048 મિત્રની મદદ કરવા 3 શખ્સોએ બનાવ્યો લૂંટનો પ્લાન, પેસેન્જરને રિક્ષામાં બેસાડી લૂંટયો અને પછી..

પોલીસે અબ્દુલ રહીમ શેખ, મુજફ્ફર શેખ, અને મોહસીન રંગરેજ તેમજ મોહસીન શેખ નામના શખ્સોની ધરપકડ કરી છે…પકડાયેલા આરોપીઓમાંથી મુખ્ય આરોપી રિક્ષાચાલક અબ્દુલ રહીમ શેખને મકાન માલિકને ડિપોઝીટ પેટે 5 હજાર રૂપિયા આપવાના હોવાથી બાકીનાં ત્રણ મીત્રો પાસે ઉછીના માંગ્યા હતા, પરંતુ મીત્રો પાસે પણ પૈસા ન હોવાથી રિક્ષમાં પેસેન્જર બેસાડી લૂંટી લેવાનો પ્લાન બનાવ્યો હતો..જે બાદ આરોપીઓ શિકારની શોધમાં અલગ અલગ વિસ્તારમાં રિક્ષા લઈને ફરતા હતા.. તમામ આરોપીઓએ ભેગા મળીને સોલાનાં કડિયા કામ કરતા મજૂરને ફતેવાડી મેટ્રો સ્ટેશન પાસે લઈ જઈ લૂંટી લીધો હતો…

IMG 20210619 WA0049 મિત્રની મદદ કરવા 3 શખ્સોએ બનાવ્યો લૂંટનો પ્લાન, પેસેન્જરને રિક્ષામાં બેસાડી લૂંટયો અને પછી.. IMG 20210619 WA0047 મિત્રની મદદ કરવા 3 શખ્સોએ બનાવ્યો લૂંટનો પ્લાન, પેસેન્જરને રિક્ષામાં બેસાડી લૂંટયો અને પછી..

વેજલપુર પોલીસે અગાઉ આવા જ પ્રકારનાં કેસમાં એક ગેંગની ધરપકડ કરી હતી, ત્યારે ફરી એક વાર એક મજૂર સાથે આ જ મોડસ ઓપરેન્ડીથી લૂંટ થઈ હતી…સોલામાં રહેતા 20 વર્ષીય નરેશ ડામોર ધોડાસરથી સરખેજ રિક્ષામાં બેઠા હતા, જેમાં આરોપી રિક્ષા ચાલકે રિક્ષાને ફતેવાડી મેટ્રો સ્ટેશન તરફ લઈ જઈ સુમસામ જગ્યાએ રિક્ષા રોકીને અન્ય આરોપીઓએ યુવકને છરી બતાવી લુંટ ચલાવી હતી..સરખેજ પોલીસે હાલતો આ મામલે આરોપીઓને ઝડપીને લૂંટના ગુનાનો ભેદ ઉકેલ્યો છે..

 

 

કાગડાપીઠ તેમજ વેજલપુરમાં આરોપીઓએ ભેગા મળીને બે લોકો સાથે લૂંટ ચલાવી હોવાનુ તપાસમાં સામે આવ્યુ છે. સરખેજ પોલીસે આરોપીઓ પાસેથી કાગડાપીઠમાં કરેલી લૂંટનો મોબાઈલ ફોન, તેમજ વેજલપુરમાં કરેલી લૂંટની રોકડ રકમ, ચાંદીનુ કડુ અને મોબાઈલ ફોન સહિત લૂંટમાં વપરાતા બે છકા કબ્જે કર્યા છે.. ત્યારે રિક્ષાચાલક સિવાયનાં અન્ય આરોપીઓએ અગાઉ અન્ય કોઈ લૂંટની ધટનાને અંજામ આપ્યો છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે..