Not Set/ સોમવારથી BSNL ના કર્મચારીઓની અનિશ્ચિત મુદતની દેશવ્યાપી હડતાલ

અમદાવાદ: ઓલ યુનિયન્સ એન્ડ એસોસિએશન ઓફ બીએસએનએલ (એયુએબી) નેજા હેઠળ લાંબાગાળાની પડતર માંગણીના અનુસંધાને દેશભરના BSNL ના બે લાખથી વધુ કર્મચારીઓ-અધિકારીઓ તા.3-12થી અનિશ્ચિત મુદતની હડતાળ પર જશે. બીએસએનએલ દેશભરમાં સૌથી મોટું નેટવર્ક ધરાવે છે. જયા સંકટના સમયે દરેક જગ્યાએ કોમ્યુનિકેશન સર્વિસ પૂરી પાડે છે. તેમજ પારદર્શક વહીવટ હોવા છતા ઉચ્ચ અધિકારીઓને 7મું પગારપંચ આપવામાં આવ્યું […]

Top Stories Ahmedabad Gujarat India Trending
Countrywide indefinite strike of BSNL's Employees from Monday

અમદાવાદ: ઓલ યુનિયન્સ એન્ડ એસોસિએશન ઓફ બીએસએનએલ (એયુએબી) નેજા હેઠળ લાંબાગાળાની પડતર માંગણીના અનુસંધાને દેશભરના BSNL ના બે લાખથી વધુ કર્મચારીઓ-અધિકારીઓ તા.3-12થી અનિશ્ચિત મુદતની હડતાળ પર જશે.

બીએસએનએલ દેશભરમાં સૌથી મોટું નેટવર્ક ધરાવે છે. જયા સંકટના સમયે દરેક જગ્યાએ કોમ્યુનિકેશન સર્વિસ પૂરી પાડે છે. તેમજ પારદર્શક વહીવટ હોવા છતા ઉચ્ચ અધિકારીઓને 7મું પગારપંચ આપવામાં આવ્યું છે. જયારે બીએસએનએલના કર્મચારીઓ માટે તેને લાગુ ન કરવામાં આવતા અધિકારીઓ કર્મચારીઓને પુનઃ ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમમાં સમાવેશ કરવા યુનિયનોની માંગણી છે.

આ ઉપરાંત 4જી સ્પ્રેકટમ, રિટાયર્ડ કર્મચારીઓને પેન્શન રિવિઝન આપવું. પેશન કોન્ટ્રીબ્યુશન નિયમ મુજબ આપવું. ગત પગાર પંચમાં રહેલી વિસંગતતાઓ દૂર કરવી. જેવી અગત્યની માંગણીઓ મુદ્દે કર્મચારીઓ અધિકારીઓ તા.3-12થી શરૂ થતી અનિશ્ચિત મુદતની હડતાળમાં વિશાળ સંખ્યામાં જોડાશે.

આ માટે કર્મચારીઓ અધિકારીઓ મકકમ છે. દેશભરના 36 ટેલિકોમ સર્કલોમાં અનિશ્ચિત મુદતની હડતાળ માટે તમામ યુનિયનો એસોસિએશન સક્રિય થઈ બીએસએનએલના કર્મચારીઓ અધિકારીઓની માંગણી વ્હેલીતકે મંજૂર કરવા માટે અવાજ ઉઠાવવામાં આવશે.

કર્મચારીઓ-અધિકારીઓની વ્યાજબી માંગણી અનુસંધાને અનેક વખત ઉચ્ચકક્ષાએ રજૂઆતો કરવામાં આવેલ છે. તેમજ ડેમોસ્ટ્રશન, હડતાળ, રેલી પણ યોજવામાં આવેલ હતી. જેના પગલે કોમ્યુનિકેશન ઓફ મિનિસ્ટ્રી દ્વારા આ પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવશે, તેવી યુનિયનોને ખાત્રી આપવામાં આવી હતી.

આ ખાતરી આપ્યાના નવ માસ બાદ પ્રશ્નો અંગે કવેરી કાઢી નાણાકિય બાબતને એફોર રિયાલિટી જેવા કારણોસર માંગણીઓને નકારવામાં આવી છે. જેના કારણે બીએસએનએલના તમામ એસો. અને યુનિયનો દ્વારા તા.2-12ને રવિવારે મધ્યરાત્રીના 12 વાગ્યાથી હડતાળ ઉપર જશે.