Not Set/ કેવી રીતે થશે વિકાસ? જ્યાં પંચાયતમાં કર્મચારીઓ જ નથી

તાલાલ, તાલાલ તાલુકા પંચાયતમાં કર્મચારીઓની અછત હોવાને પગલે લોકોના કામ અટકી ગયા છે. તાલુકાના ૪૪ ગામના લોકો કામ માટે આવે છે પરંતુ સામાન્ય કામ માટે પણ બે થી ત્રણ ઘકકા ખાવા પડે છે. ગરીબ અને મઘ્યમ વર્ગના લોકોને છેક દૂરથી આવવુ પડે છે. કર્મચારીઓની અછતને લઇને લોકને ધક્કા ખાવા પડે છે. જેથી લોકોને પારાવાર મુશ્કેલીનો […]

Top Stories Gujarat Others
mantavya 13 કેવી રીતે થશે વિકાસ? જ્યાં પંચાયતમાં કર્મચારીઓ જ નથી

તાલાલ,

તાલાલ તાલુકા પંચાયતમાં કર્મચારીઓની અછત હોવાને પગલે લોકોના કામ અટકી ગયા છે. તાલુકાના ૪૪ ગામના લોકો કામ માટે આવે છે પરંતુ સામાન્ય કામ માટે પણ બે થી ત્રણ ઘકકા ખાવા પડે છે. ગરીબ અને મઘ્યમ વર્ગના લોકોને છેક દૂરથી આવવુ પડે છે. કર્મચારીઓની અછતને લઇને લોકને ધક્કા ખાવા પડે છે.

જેથી લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહયો છે. તાલુકા પંચાયતમાં માત્ર છ જ કર્મચારીઓ છે. જેમાંથી ત્રણ કર્મચારીઓને મગફળી કેન્દ્ર પર કામગીરી સોંપી દેવામાં આવી છે. જેથી આ તાલુકા પંચાયત માત્ર 3 કર્મચારીઓથી જ ચાલી રહી છે.

તાલુકા પંચાયતમાં સ્ટાફની અછત બાબતે જયારે તાલુકા વિકાસ અઘિકારીનો સંપર્ક સાઘ્યો તો તેમણે સ્ટાફની અછત હોવાનો સ્વીકાર તો કર્યો પરંતુ લોકોના કામ બરાબર થતાં હોવાનો લુલો બચાવ પણ કર્યો જો કે ગામડાના લોકો સામાન્ય દાખલો કઢાવવા માટે પણ બે બે ઘકકા ખાઇ રહયા છે.

તો બીજી તરફ તાલુકા પંચાયતના માજી પ્રમુખ દેવાયતભાઇ વાઢેરે જણાવેલ કે આ સમસ્યા ઘણાં લાંબા સમયથી છે અનેક વાર જીલ્લા પંચાયત અને સરકારને ઠરાવો કરી લેખીત ફરીયાદ રજૂઆતો પણ કરેલ છે છતાં કોઇ ઉકેલ આવતો નથી જેના કારણે તાલુકાનો સમગ્ર વહીવટ હાલ ખોરંભે પડયો છે.