Accident/ બે અકસ્માત, 7 વાહન વચ્ચે ટકરાવ, એક વ્યક્તિએ ગુમાવ્યો જીવ – બાકીનાનો ચમત્કારી બચાવ

ગુજરાતમાં એક વર્ષમાં અકસ્માતે થતા મોતની સંખ્યા એટલી તોતીંગ છે કે, જાણો કે અચાનક સામે આવે તો એક સેકન્ડ માટે આપણું હદય બંધ જ પડી જાય. રાજ્યમાં રોજબરોજ થતા અકસ્માતમાં

Gujarat Others
corona 49 બે અકસ્માત, 7 વાહન વચ્ચે ટકરાવ, એક વ્યક્તિએ ગુમાવ્યો જીવ - બાકીનાનો ચમત્કારી બચાવ

ગુજરાતમાં એક વર્ષમાં અકસ્માતે થતા મોતની સંખ્યા એટલી તોતીંગ છે કે, જાણો કે અચાનક સામે આવે તો એક સેકન્ડ માટે આપણું હદય બંધ જ પડી જાય. રાજ્યમાં રોજબરોજ થતા અકસ્માતમાં અનેક લોક પોતાના જીવ ગુમાવે છે. રોજ ને રોજ રાજ્યનાં કોઇ ને કોઇ રોડ પર રક્ત રેડાય જ છે. આજે પણ અકસ્માતની અનેક ઘટનાઓમા બે ઘટનાઓ વિચીત્ર સામે આવી જે બે ઘટનામાં ટોટલ 7 વાહનો એક બીજા સાથે ટકરાયા અને વિચીત્ર અકસ્માતમાં એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો.

Who is at Fault in a Multiple Car Accident | Blumenshine Law

પહેલી ઘટનાની વાત કરવામાં આવે તો, મોરબી માળીયા હાઇવે પર વિચીત્ર અકસ્માત સર્જાયાનું નોંધવામાં આવ્યું. અકસ્માતમાં એક સાથે પાંચ વાહનો અથડાયા હતા. પાંચ વાહનોમાં ચાર કાર અને એક ટ્રકની ટક્કર થઇ હોવાનાં કારણે દાદાશ્રીનગર ગામ નજીક અકસ્માતના પગલે થોડીવાર માટે ટ્રાફિક જામ સર્જાયો હતો. વિચિત્ર અકસ્માત થતા અકસ્માત સ્થળ આસપાસના ગ્રામજનો દોડી આવ્યા હતા. જો કે, આ ઘટના કોઈ જાનહાની થયાની માહિતી મળી નથી. ઉલ્લેખનીય છે કે, પોલીસમાં પણ આ અંગે કોઈ નોંધ કે જાણ ન હોવાની માહિતી પોલીસમાંથી મળી હતી.

Road accident

બીજા અકસ્માતની ઘટના ભાવનગર શહેરના રિંગ રોડ પર સર્જાઇ હોવાનું સામે આવી રહ્યું છે. અકસ્માતમાં ટ્રક ચાલકે મોપેડ પર જઈ રહેલા વૃદ્ધને અડફેટે લીધા હતા અને મોપેડ ચાલાક વૃદ્વનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. મરણ જનાર જિલ્લા પંચાયતના પૂર્વ કર્મચારી હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતનાં પગલે લોકોના ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરાતા ભાવનગર ઈ ડીવીજન પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પાહિચ્યો હતો અને પોલીસ દ્વારા વૃદ્ધના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…