ચોમાસાની સિઝનમાં રોગચાળો વકરતા રાજ્યભરમાં ઝાડા ઉલટીના કેસો વધી રહ્યા છે, ત્યારે વધી રહેલા રોગચાળાને ડામવા હેતુ આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યના જુદા જુદા શહેરોમાં પાણીપુરીની લારી અને દુકાનો પર તવાઈ બોલાવવામાં આવી છે.
અમદાવાદની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા શહેરના બહેરામપુરા વિસ્તારમાં આવેલા પાણીપુરીના એકમો પર તવાઈ બોલાવી છે. કોર્પોરેશનની ટીમ દ્વારા બહેરામ પુરા અને લાલ દરવાજા વિસ્તારમાં આવેલા પાણીપુરીના એકમો પર દરોડા પાડી સેમ્પલ લેવામાં આવ્યા હતા.
આરોગ્ય વિભાગની ટીમ દ્વારા 400થી 500 કિલો જેટલા અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો અને આરોગ્યની ટીમ દ્વારા દરેક પદાર્થના નમૂનાઓ લેવામાં આવ્યા હતા અને જો લીધેલા નમૂનાઓમાં ક્ષતિ જણાશે તો દંડ કરવાના આદેશ પણ કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત ગંદકી કરતા એકમો સામે AMCએ કડક પગલા લીધા છે. જાહેર માર્ગો પર ગંદકી ફેલાવવા બદલ દુકાનોને દંડ ફટકારવામાં આવ્યો હતો. સેન્ટ્રલ ઝોનમાં હેલ્થ વિભાગ દ્વારા આશરે 26 દુકાનો સીલ કરવામાં આવી હતી.
પૂર્વ ઝોનમાં ૪૮,
પશ્ચિમ ઝોનમાં ૮
નવા પશ્ચિમ ઝોનમાં ૬૫
મધ્ય ઝોનમાં ૨૮,
દક્ષિણ ઝોનમાં 60 એકમો સીલ કરવામાં આવ્યા હતા