Not Set/ ટ્રાન્સપોર્ટરોના હડતાલની કચ્છના બે બંદરો પર માઠી અસર, સરકારને કરોડો રૂપિયાની હૂંડિયામણનું નુકશાન

કચ્છ ટ્રક ટ્રાન્સપોર્ટરોની દેશવ્યાપી હડતાલની કચ્છના બે બંદરો પર માઠી અસર પડી રહી છે. કચ્છના ગાંધીધામમાં  હડતાલને પગલે ટ્રાન્સપોર્ટેશન સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવ્યું છે. જેને કારણે સામાન્ય લોકો અને કામદાર વર્ગના કામ ધંધા ઠપ થતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. જેને પગલે ગાંધીધામમાં ટ્રક ટ્રાન્સપોર્ટરોએ સૂત્રોચ્ચાર કરી દેખાવો યોજ્યા હતા. છેલ્લા એક […]

Top Stories Gujarat Trending
police 17 ટ્રાન્સપોર્ટરોના હડતાલની કચ્છના બે બંદરો પર માઠી અસર, સરકારને કરોડો રૂપિયાની હૂંડિયામણનું નુકશાન

કચ્છ

ટ્રક ટ્રાન્સપોર્ટરોની દેશવ્યાપી હડતાલની કચ્છના બે બંદરો પર માઠી અસર પડી રહી છે. કચ્છના ગાંધીધામમાં  હડતાલને પગલે ટ્રાન્સપોર્ટેશન સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવ્યું છે. જેને કારણે સામાન્ય લોકો અને કામદાર વર્ગના કામ ધંધા ઠપ થતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

જેને પગલે ગાંધીધામમાં ટ્રક ટ્રાન્સપોર્ટરોએ સૂત્રોચ્ચાર કરી દેખાવો યોજ્યા હતા. છેલ્લા એક અઠવાડિયા થી ઈમ્પોર્ટ અને એક્સપોર્ટ પણ બંધ થતા રોજની આવતી 20 થી 25 હજાર ગાડીઓ બંધ થઈ છે.

હડતાલને પગલે ભારતભરની ઓઇલ મિલો અને ફેકટરીઓમાં કન્ટેઇનર ન જવાથી શિપને પણ નુકશાન પહોંચ્યું છે.. જેને લીધે સરકારને કરોડો રૂપિયાની હૂંડિયામણનું નુકશાન થઈ રહ્યું છે.. ત્યારે સરકાર દ્વારા મંત્રણા કરીને આ મુદ્દે માર્ગ કાઢવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.