Asam/ અસમ સરકારનો UCC મામલે મહત્વનો નિર્ણય, બહુપત્નીત્વ અને બાળ લગ્નોને રોકવામાં મહત્વપૂર્ણ ભૂમિકા રહેશે

અસમની હેમંત બિસ્વા સરમાની સરકારે મુસ્લિમ મેરેજ એન્ડ ડિવોર્સ એક્ટ નાબૂદ કરવાનો નિર્ણય લેતા યુનિફોર્મ સિવિલ કોડ (UCC) તરફ પણ પોતાનું પગલું ભર્યું છે.

Top Stories India Breaking News
Beginners guide to 28 3 અસમ સરકારનો UCC મામલે મહત્વનો નિર્ણય, બહુપત્નીત્વ અને બાળ લગ્નોને રોકવામાં મહત્વપૂર્ણ ભૂમિકા રહેશે

અસમની હેમંત બિસ્વા સરમાની સરકારે મુસ્લિમ મેરેજ એન્ડ ડિવોર્સ એક્ટ નાબૂદ કરવાનો નિર્ણય લેતા યુનિફોર્મ સિવિલ કોડ (UCC) તરફ પણ પોતાનું પગલું ભર્યું છે. શુક્રવારે મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાની આગેવાની હેઠળની કેબિનેટે રાજ્યમાં રહેતા મુસ્લિમો દ્વારા લગ્ન અને છૂટાછેડાની નોંધણી સંબંધિત 89 વર્ષ જૂના કાયદાને રદ્દ કરવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણય વિશે માહિતી આપતા પર્યટન મંત્રી જયંત મલ્લ બરુઆએ કહ્યું, “આપણા મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ પહેલેથી જ જાહેરાત કરી હતી કે આસામ સમાન નાગરિક સંહિતા લાગુ કરશે. આજે અમે આસામ મુસ્લિમ મેરેજ એન્ડ ડિવોર્સ રજીસ્ટ્રેશન એક્ટ, 1935ને રદ્દ કરવાનો એક ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

બહુપત્નીત્વ અને બાળલગ્નો માટે અસરકારક નિર્ણય

હેમંત બિસ્વા સરમાની કેબિનેટે નિર્ણય લીધો છે કે મુસ્લિમ લગ્ન અને છૂટાછેડા કાયદાના કેસ સાથે જોડાયેલા 94 લોકોને 2 લાખ રૂપિયાનું વળતર મળશે. વધુમાં તેમણે આ મામલે જણાવ્યું કે અમારી સરકારે બહુપત્નીત્વ રોકવા માટે કાયદો ઘડવાની તૈયારી ઘણા સમય પહેલા કરી હતી. અમે જોયું કે હાલના કાયદાનો ઉપયોગ સગીર છોકરાઓ અને છોકરીઓના લગ્નની નોંધણી માટે કરવામાં આવી રહ્યો છે. અમને લાગે છે કે UCC તરફનું આજનું પગલું આવા બાળ લગ્નોને રોકવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

UCC આસામમાં પણ લાગુ થઈ શકે છે,CM સરમાએ કહ્યું- પણ અમે અમારું મોડલ લાવીશું. - SATYA DAY

કાયદો બનાવવા સમિતિની રચના કરી

રાજ્ય સરકારે UCC એક્ટ મામલે હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશોની બનેલી વિશેષ સમિતિની રચના કરી હતી. કમિટીના રિપોર્ટ અનુસાર, મુસ્લિમ પુરુષોના ચાર મહિલાઓ સાથે લગ્નની પરંપરા ઇસ્લામમાં ફરજિયાત નથી. આસામના સીએમ હિમંતા બિસ્વા સરમાએ આ અહેવાલ પર કહ્યું હતું કે તમામ સભ્યો સર્વસંમતિથી અભિપ્રાય ધરાવે છે કે આસામ રાજ્યમાં બહુપત્નીત્વને ખતમ કરવા માટે કાયદો બનાવવાની કાયદાકીય ક્ષમતા છે. આસામ સરકાર કલમ ​​254 હેઠળ આ અંગે કાયદો બનાવી શકે છે. તેમણે કહ્યું કે યુનિફોર્મ સિવિલ કોડ તરફ એક પગલું આગળ વધવા ઉપરાંત, કેબિનેટને લાગ્યું કે આ એક્ટને રદ્દ કરવો જરૂરી છે. આ બહુ જૂનો કાયદો હતો જે બ્રિટિશ કાળથી ચાલતો હતો અને આ કાયદો આજના સામાજિક ધોરણો સાથે મેળ ખાતો નથી.

તમામ ધર્મોમાં બહુપત્નીત્વને નાબૂદ કરતો કાયદો

હિન્દુ મેરેજ એક્ટ, 1955ના અમલ પછી, ખ્રિસ્તીઓમાં ખ્રિસ્તી લગ્ન અધિનિયમ, 1872 દ્વારા અને પારસીઓમાં પારસી લગ્ન અને છૂટાછેડા અધિનિયમ, 1936 દ્વારા બહુપત્નીત્વને નાબૂદ કરવામાં આવ્યું હતું. જો કે, બહુપત્નીત્વ હજુ પણ ચાલુ છે. તેમણે કહ્યું કે હાલમાં આસામમાં 94 અધિકૃત વ્યક્તિઓ છે જે મુસ્લિમ લગ્ન અને છૂટાછેડાની નોંધણી કરાવી શકે છે. પરંતુ કેબિનેટના નિર્ણય સાથે, જિલ્લા સત્તાવાળાઓ તેના માટે સૂચનાઓ જારી કર્યા પછી તેમની સત્તા સમાપ્ત થઈ જશે. બરુઆએ જણાવ્યું હતું કે, “આ લોકો લગ્ન અને છૂટાછેડાની નોંધણી કરીને આજીવિકા કમાતા હોવાથી, રાજ્ય કેબિનેટે તેમને દરેકને 2 લાખ રૂપિયાનું વળતર આપવાનો નિર્ણય કર્યો છે.”

Assam Cabinet discusses introduction of UCC, decision pending - Assam Cabinet discusses introduction of UCC, decision pending -

તમામ લગ્નોમાં સમાન જોગવાઈ

જણાવી દઈએ કે 89 વર્ષ જૂના કાયદામાં મુસ્લિમ લગ્ન અને છૂટાછેડા માટે સ્વૈચ્છિક નોંધણીની જોગવાઈ કરવામાં આવી હતી. સરકારના નવા નિર્ણયનો અર્થ એ છે કે આસામમાં હવે આ કાયદા હેઠળ મુસ્લિમ લગ્ન અને છૂટાછેડાની નોંધણી શક્ય બનશે નહીં. બરુઆહે કહ્યું, અમારી પાસે પહેલેથી જ એક વિશેષ લગ્ન અધિનિયમ છે અને અમે ઈચ્છીએ છીએ કે તમામ લગ્નો સમાન જોગવાઈઓ હેઠળ નોંધવામાં આવે.

12 ફેબ્રુઆરીના રોજ, સીએમ સરમાએ કહ્યું હતું કે તેમની સરકાર બહુપત્નીત્વ પર પ્રતિબંધ મૂકવા અને રાજ્યમાં સમાન નાગરિક સંહિતા (UCC) લાગુ કરવા માટે એક મજબૂત કાયદો લાવવાની યોજના બનાવી રહી છે. તેમણે કહ્યું હતું કે એક નિષ્ણાત સમિતિ એ તપાસ કરશે કે કેવી રીતે બહુપત્નીત્વ અને UCC બંનેને એક જ કાયદામાં સમાવી શકાય.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:West Bengal/ સંદેશખાલીમાં કોઈની પર રેપ થયો નથી: શાહજહાંનો ભાઈ

આ પણ વાંચો:રિવોલ્વર સાથે દુકાનમાં ઘુસેલા શખ્સોએ 11 લાખની લૂંટ ચલાવી

આ પણ વાંચો: