Not Set/ ICC World Cup : અભ્યાસ મેચમાં અફઘાનિસ્તાનની ધમાકેદાર શરૂઆત, પાકિસ્તાનને ત્રણ વિકેટે હરાવ્યું

ICC વિશ્વ કપમાં અફઘાનિસ્તાનને સૌ કોઇ નબળી ટીમ સમજી રહ્યુ છે. પરંતુ દરેકને ખોટા સાબિત કરતા અફઘાનિસ્તાને પહેલી જ અભ્યાસ મેચમાં પાકિસ્તાનને હરાવી પોતાની વિશ્વ કપમાં જીતની દાવેદારીને નોંધાવી દીધી છે. અફઘાનિસ્તાને વર્લ્ડકપની પ્રેક્ટિસ મેચમાં પાકિસ્તાનને 3 વિકેટે હરાવ્યું. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાન 47.2 ઓવરમાં 262 રનમાં ઓલઆઉટ થયું હતું.  ટાર્ગેટનો પીછો કરવા […]

Top Stories Sports

ICC વિશ્વ કપમાં અફઘાનિસ્તાનને સૌ કોઇ નબળી ટીમ સમજી રહ્યુ છે. પરંતુ દરેકને ખોટા સાબિત કરતા અફઘાનિસ્તાને પહેલી જ અભ્યાસ મેચમાં પાકિસ્તાનને હરાવી પોતાની વિશ્વ કપમાં જીતની દાવેદારીને નોંધાવી દીધી છે.

અફઘાનિસ્તાને વર્લ્ડકપની પ્રેક્ટિસ મેચમાં પાકિસ્તાનને 3 વિકેટે હરાવ્યું. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાન 47.2 ઓવરમાં 262 રનમાં ઓલઆઉટ થયું હતું.  ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી અફઘાનિસ્તાનની ટીમ તરફથી હસમાતુલ્લાહ શાહિદીએ નોટ આઉટ 74 રનની દમદાર ઇનિંગ્સ રમવાની સાથે 49.4 ઓવરમાં સાત વિકેટ ખોવીને જીસ મેળવી લીધી હતી.

પાકિસ્તાન ટીમની વાત કરીએ તો બાબર આઝમે 108 બોલમાં 10 ચોક્કા અને 2 છગ્ગાની મદદથી 112 રન કર્યા હતા. ઓલરાઉન્ડર શોએબ મલિકે પણ 44 રનનું યોગદાન આપ્યું હતું. અફઘાનિસ્તાન માટે મોહમ્મદ નબીએ 3 વિકેટ, જયારે રાશિદ ખાન અને દૌલત ઝડરાને 2-2 વિકેટ ઝડપી હતી.