- રાજ્યમાં શાળા શરૂ કરવા અંગે મોટા સમાચાર
- શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની જાહેરાત
- 23મી નવેમ્બરથી માધ્યમિક,ઉ.માધ્યમિક શિક્ષણકાર્ય શરૂ કરાશે
- ધો.9થી 12નાં વર્ગો SOP પ્રમાણે શરૂ કરાશે
- ભારત સરકારની SOPનું કરવામાં આવશે પાલન
- ફાઇનલ યરની કોલેજો પણ 23મી નવેમ્બરથી શરૂ કરાશે
- કોવિડ ગાઇડલાઇનનું કરાશે પાલન
ગુજરાત રાજ્યમાં કોરોનાના કહેર વચ્ચે ગત માર્ચ મહિનાથી બંધ શૈક્ષિણ કાર્ય ફરી ચાલુ થશે. બાળકો વિનાની સુની શાળાઓ ફરી એકવાર ધમધમતી બનશે. ગુજરાતમાં આગામી 23 નવેમ્બરથી સ્કૂલો ખ્લવા અંગે રાજ્યના શિક્ષણ મંત્રી એ જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું છે કે, ધોરણ 9થી 12 સુધી SOP પ્રમાણે શાળાઓ શરૂ થશે. શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે 23મી નવેમ્બરથી માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક અને ફાઈનલ યારની કોલેજ નું શિક્ષણકાર્ય શરૂ કરાશે. ભારત સરકારની SOPનું પાલન કરવામાં આવશે.
નોધનીય છે કે, કોરોનાના કહેર વચ્ચે પ્રથમ સત્ર દરમિયાન મોટાભાગની શાળાઓએ ઓનલાઈન અભ્યાસનો વિકલ્પ પસંદ કર્યો હતો. અને સરકારે પણ પ્રથમ સત્ર ને વહેલું પૂરું કરીને દિવાળી પહેલા જ દિવાળી વેકેશનનની જાહેરાત કરી દીધી હતી. દિવાળી પછી શૈક્ષણિક સત્ર લાંબું રાખવામાં આવશે. સામાન્ય સંજોગોમાં પહેલું સત્ર જૂન મહિનામા શરૂ થાય છે અને 105 દિવસનું હોય છે. આ સત્ર 21 દિવસના દિવાળી વેકેશન સાથે પૂર્ણ થાય છે. સામાન્ય રીતે 21 દિવસનું વેકેશન દિવાળીના બે-ત્રણ દિવસ પહેલાં શરુ થાય છે અને દેવદિવાળીની આસપાસ સમાપ્ત થાય છે, પણ આ વખતે કોરોનાને કારણે કાર્યક્રમ બદલાયો છે.
https://www.facebook.com/watch/?v=2682487455302457
