Not Set/ સુરત: આ યુવકે ગાડીને એમ્બ્યુલન્સ બનાવી બે વર્ષથી આપે છે નિઃશુલ્ક સેવા

સુરત, સુરતના પુણાની શાંતિનિકેતન સોસાયટીમાં રહેતો અને સામાન્ય આવક ધરાવતો યુવક બિપીન હિરપરા છેલ્લા બે વર્ષથી અનોખો સેવાયજ્ઞ ચલાવી રહ્યો છે.  જેમાં તે ફેમિલી માટે લીધેલી ઇકો કારને એમ્બ્યુલન્સ બનાવી દર્દીઓને હોસ્પિટલ પહોચાડે છે. રાત્રીનાં 10.00 વાગ્યાથી લઈને સવારે 05.00 વાગ્યા સુધી કોઈપણ જાતની ફી લીધા વિના આ યુવક લોકોને મફત એમ્બ્યુલન્સ સેવા પુરી પાડે […]

Top Stories Gujarat Surat
fsdhljkhfkjhdksjfhsdkljfhlskdjfhskldjfhklsdhfklsdjhflkjsdhj સુરત: આ યુવકે ગાડીને એમ્બ્યુલન્સ બનાવી બે વર્ષથી આપે છે નિઃશુલ્ક સેવા

સુરત,

સુરતના પુણાની શાંતિનિકેતન સોસાયટીમાં રહેતો અને સામાન્ય આવક ધરાવતો યુવક બિપીન હિરપરા છેલ્લા બે વર્ષથી અનોખો સેવાયજ્ઞ ચલાવી રહ્યો છે.  જેમાં તે ફેમિલી માટે લીધેલી ઇકો કારને એમ્બ્યુલન્સ બનાવી દર્દીઓને હોસ્પિટલ પહોચાડે છે. રાત્રીનાં 10.00 વાગ્યાથી લઈને સવારે 05.00 વાગ્યા સુધી કોઈપણ જાતની ફી લીધા વિના આ યુવક લોકોને મફત એમ્બ્યુલન્સ સેવા પુરી પાડે છે. આમ સતત બે વર્ષ રાતના ઉજાગરા કરીને તેણે અત્યાર સુધીમાં 50થી વધુ દર્દીને હોસ્પિટલ પહોંચાડ્યા છે. ત્યારે આ અનોખા સેવાયજ્ઞ બાબતે તેણે મંતવ્ય ન્યુઝ સાથે વાત કરી હતી.

પુણાની શાંતિનિકેતન સોસાયટીમાં રહેતા અને મહિને સામાન્ય આવક ધરાવતા બિપીન હિરપરા બે વર્ષથી દર્દીઓને મફત એમ્બ્યુલન્સ સેવા પુરી પાડી ભગીરથ કાર્ય કરી રહ્યાં છે. “સુખનાં સૌ સગા, પણ દુ:ખમાં ન કોઈ!” ઉક્તિને સાર્થક કરતાં આજના કળિયુગમાં મુશ્કેલીની ઘડીએ સગા-સબંધી પણ માણસની મદદે નથી પહોંચતા. ત્યારે પુણાનાં આ યુવકને સેવાની એવી લગની લાગી કે, પોતાની જાત ખર્ચીને રાત્રી દરમિયાન દર્દીઓને વિનામૂલ્યે હોસ્પિટલ સુધી પહોંચાડે છે. બિપીનભાઈએ જણાવ્યું હતું કે,

hfhkdjhjdhsjhsd સુરત: આ યુવકે ગાડીને એમ્બ્યુલન્સ બનાવી બે વર્ષથી આપે છે નિઃશુલ્ક સેવા“એક સમયે મારે રાત્રે હોસ્પિટલમાં જવાનું થયું હતું, જ્યાં મેં વાહન વ્યવહાર માટે અન્ય લોકોને પડી રહેલી તકલીફ અનુભવી, જ્યાંથી મને આવું કાર્ય કરવાની અંતઃકરણથી પ્રેરણા મળી હતી. આથી ફેમિલી માટે લીધેલી કારને એમ્બ્યુલન્સ બનાવી દઈ દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચાડું છું.”

મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવતા અને સિલાઈ મશીનની દુકાન ચલાવી મહિને 15 હજાર કમાતા બિપીન હિરપરાએ છેલ્લા બે વર્ષથી અનોખો સેવાયજ્ઞ શરૂ કર્યો છે. જેમાં તે રાત્રીનાં 10.00 વાગ્યાથી સવારે 05.00 વાગ્યા સુધી કોઈપણ જાતની ફી વિના પોતાની ઈકો કાર થકી મફત એમ્બ્યુલન્સ સેવા પુરી પાડે છે. દિવસ દરમિયાન કામ કરવા છતાં કોઈ દર્દીનો ફોન આવે એટલે પોતે જ ડ્રાઈવર બની દર્દીની વહારે પહોંચી જાય છે.  છેલ્લા બે વર્ષમાં રાત ઉજાગરા કરીને તેમણે અત્યાર સુધીમાં 50થી વધુ દર્દીને મુશ્કેલીની ઘડીએ હોસ્પિટલ સુધી પહોંચાડી માનવતા મહેકાવી છે.