Not Set/ 10 GB રેમ સાથે લોન્ચ થઇ શકે છે આ કંપનીનો સ્માર્ટફોન, હશે ખાસ ફિચર્સ

નવી દિલ્હી, ચીની સ્માર્ટફોન નિર્માતા કંપની OPPO દ્વારા હાલમાં જ ભારતમાં પોતાનો પ્રીમિયમ Find X સ્માર્ટફોન લોન્ચ કર્યો હતો, જેની રેમ 8 GB હતી, ત્યારે હવે કંપની દ્વારા એક બીજા પ્રીમિયમ સ્માર્ટફોન Oppo R17 પર કામ કરી રહી છે, જેની રેમ 10 GB હશે. ચીની માઈક્રો બ્લોગિંગ વેબસાઈટ વીબો દ્વારા આ સ્માર્ટફોન સાથે જોડાયેલી કેટલીક […]

Trending Tech & Auto
oppo 10 GB રેમ સાથે લોન્ચ થઇ શકે છે આ કંપનીનો સ્માર્ટફોન, હશે ખાસ ફિચર્સ

નવી દિલ્હી,

ચીની સ્માર્ટફોન નિર્માતા કંપની OPPO દ્વારા હાલમાં જ ભારતમાં પોતાનો પ્રીમિયમ Find X સ્માર્ટફોન લોન્ચ કર્યો હતો, જેની રેમ 8 GB હતી, ત્યારે હવે કંપની દ્વારા એક બીજા પ્રીમિયમ સ્માર્ટફોન Oppo R17 પર કામ કરી રહી છે, જેની રેમ 10 GB હશે.

ચીની માઈક્રો બ્લોગિંગ વેબસાઈટ વીબો દ્વારા આ સ્માર્ટફોન સાથે જોડાયેલી કેટલીક જાણકરી સામે આવી છે. માર્ચમાં કંપની દ્વારા Oppo R15 અને R15 Dream Mirror સ્માર્ટફોન લોન્ચ કર્યા હતા. પ્લેફુલ ડ્રોયડની એક રિપોર્ટમાં જણાવ્યા મુજબ, R 15નું લેટેસ્ટ વર્જન R 17 હશે.

Oppo r17 10 GB રેમ સાથે લોન્ચ થઇ શકે છે આ કંપનીનો સ્માર્ટફોન, હશે ખાસ ફિચર્સ

મહત્વનું છે કે, અત્યારસુધીમાં દુનિયાભરમાં 8 GB સુધીના સ્માર્ટ ફોન માર્કેટમાં ઉપલબ્ધ છે, પરંતુ આ મોબાઈલમાં કંપની દ્વારા 10 GB રેમ આપવામાં આવશે. જો આ શક્ય હશે તો સંભવિત દુનિયાનો આ પ્રથમ સ્માર્ટ ફોન હશે જેમાં 10 GB હશે.

OPPO દ્વારા હાલમાં જ કંપની નો લેટેસ્ટ સ્માર્ટ ફોન Find X માર્કેટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. આ સ્માર્ટ ફોનમાં 6.42 ઇંચની AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે અને તેનો એસ્પેકટ રેશિયો 19:5:9 છે એટલે કે સ્ક્રીન ટુ બોડીની ટકાવારી 93.8 છે. અઅઅઅ સ્માર્ટ ફોનમાં ક્વોલકોમનું ફ્લેગ શિપ પ્રોસેસર સ્નેપ ડ્રેગન 845 ઓક્ટાકોર આપવામાં આવ્યું છે. આ સ્માર્ટ ફોનમાં 8 GB રેમ અને 256 GB ઇન્ટરનલ મેમરી અપાઈ છે.

OPPO Find Xના કેમેરાની વાત કરવામાં આવે તો, આ સ્માર્ટફોનમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ છે. જેમાં એક કેમેરો 16 મેગાપિક્સલ અને બીજો કેમેરો 20 મેગાપિક્સલ નો છે. આ ઉપરાંત સેલ્ફી માટે 25 મેગાપિક્સલનો કેમેરો અને સ્લાઇડર પણ આપવામાં આવ્યું છે. જયારે આ મોબાઈલમાં 3,730 mAhની બેટરી અપાઈ છે.