Surat-VarachhaPI/ વરાછાના પીઆઈની તોછડાઈ એસીપીને ભારે પડીઃ કોર્ટનું હાજર થવા ફરમાન

સુરતના વરાછાના પોલીસ ઇન્સ્પેક્ટર અલ્પેશ ગોબાણીનું કોર્ટની ગરિમાને ભંગ કરતું વર્તન એસીપીને ભારે પડ્યુ છે. કોર્ટે પીઆઈના તોછડા વર્તનના પગલે એસીપીને હજર થવા ફરમાન કર્યુ છે.

Gujarat Surat Trending Breaking News
Beginners guide to 2024 04 06T153509.120 વરાછાના પીઆઈની તોછડાઈ એસીપીને ભારે પડીઃ કોર્ટનું હાજર થવા ફરમાન

સુરતઃ સુરતના વરાછાના પોલીસ ઇન્સ્પેક્ટર અલ્પેશ ગોબાણીનું કોર્ટની ગરિમાને ભંગ કરતું વર્તન એસીપીને ભારે પડ્યુ છે. કોર્ટે પીઆઈના તોછડા વર્તનના પગલે એસીપીને હજર થવા ફરમાન કર્યુ છે. સુરતના ચીફ જ્યુડિસિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ ગુજરાત હાઇકોર્ટે ફેર સુનાવણી માટે મોકલેલા કેસની કાર્યવાહી નિયત સમયમર્યાદામાં પૂરી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

હાઇકોર્ટે રિમાન્ડ કરેલા કેસના પેપર્સ લઈને હાજર થવા માટે ચીફ જ્યુડિસિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે વરાછા પોલીસને એકથી વધુવાર સમન્સ ઇસ્યુ કરીને તાકીદ કરી હતી. આમ છતાં એક યા બીજા કારણોસર વરાછા પોલીસે આ મુદ્દે વિલંબ કરતા ચીફ જ્યુડિસિયલ મેજિસ્ટ્રેટ દ્વારા વરાછા પોલીસ ઇન્સ્પેક્ટર અલ્પેશ ગાબાણીને કારણદર્શક નોટિસ પાઠવીને ખુલાસો આપવા કોર્ટ સમક્ષ હાજર થવા જણાવાયું હતું.

ચીફ કોર્ટના તેડાના પગલે કોર્ટ સમક્ષ હાજર થયેલા વારાછા પીઆઈ ગાબાણીને હાઇકોર્ટના નિર્દેશ મુજબ નિયત સમયમર્યાદામાં કેસની ફેર સુનાવમી માટે કેસ પેપર્સ લાવવામાં થતાં વિલંબ અંગે ખુલાસો પૂછ્યો હતો. તે દરમિયાન વરાછા પીઆઈ ગાબાણીએ કોર્ટ સમક્ષ પોતે પણ ગેઝેટેડ ઓફિસર હોઈ ઊંચા અવાજે વાત ન કરી શકો તેવું જણાવીને કોર્ટનું ડેકોરમ ન જળવાય તેવું વર્તન કરતો વ્યવહાર કર્યો હતો. વરાછા પીઆઈના આવા તુમાખીભર્ વર્તનની ચીફ જ્યુડિસિયલ મેજિસ્ટ્રેટ પી.બી. પટેલે સમગ્ર ઘટનાની કાર્યવાહી રેકોર્ડ પર લઈને એસીપીને બોલાવવાનું જણાવી વિશેષ કાયદાકીય હાથ ધરવા આદેશ આપ્યો છે.

કોર્ટ સમક્ષ ઊંચા અવાજે વાત કરનારા પીઆઈ ગાબાણી મોડી સાંજ સુધી કોર્ટ સમક્ષ હાજર રહી શકે તેમ ન હોવાનું જણાવતા પીઆઈ ગાબાણીને કોર્ટે આવતીકાલે એસીપી સાથે કોર્ટ સમક્ષ હાજર થવા તાકીદ કરી હતી. જો કે પીઆઈ ગાબાણીનું વર્તન કોર્ટના વર્તુળોમાં ચર્ચાનો વિષય બની ગયું છે. ગુજરાતમાં ભાગ્યે જ કોઈ પીઆઈએ કોર્ટમાં આ પ્રકારનું વર્તન કર્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કોંગ્રેસે ભાજપ પર કર્યા આકરા પ્રહારો, કહ્યું, સરકારની નીતિઓનો ભોગ બની રહ્યા છે પરિવારો

આ પણ વાંચો:સુરતમાં એક વ્યક્તિ સાથે ઠગબાજોએ કરી છેતરપિંડી, વિશ્વાસમાં લઈ પડાવ્યા 15 લાખ રૂપિયા

આ પણ વાંચો:સુરત રેલ્વે સ્ટેશન પર 42 જેટલી ટ્રેનોને અસર, જાણો શા માટે