કોરોના મહામારીમાં રસી એકમાત્ર ઈલાજ છે. ત્યારે હવે કોવિશિલ્ડ અને કોવિક્સિન બાદ સ્પુતનિક-વી પણ ગુજરાતમાં ઉપલપ્ધ થઈ ચુકી છે. તો અનેક લોકો આ રશીયન રસી લઈને કોરોનાથી સુરક્ષિત થઈ રહ્યાં છે.
- સ્પુતનિક-V હવે ગુજરાતમાં
- હોસ્પિટલમાં મળશે સ્પુતનિક-V
- 1,145 રૂપિયામાં મળશે સ્પુતનિક-V
- 225 લોકોએ લીધી સ્પુતનિક-V
કોવિશિલ્ડ અને કોવિક્સિન બાદ હવે રશિયન રસી સ્પુતનિક-વી પણ ગુજરાતમાં મળશે. સ્પુતનિક-વી ખુબ જ અસરકારક રસી ગણાય છે. અમદાવાદ અને સુરતની ખાનગી હોસ્પિટલોને સ્પુતનિક-વીના રસીના ડોઝનો જથ્થો અપાયો છે. આ ડોઝ હોસ્પિટલોમાં 1,145 રૂપિયામાં મળી રહેશે. 21 દિવસ બાદ જ આ રસીનો બીજો ડોઝ લઈ શકાતો હોવાથી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. અમદાવાદ અને સુરતમાં કુલ મળીને 225 જણાંએ રશિયન રસી લીધી હતી.
ગુજરાતમાં કોરોનાએ જાણે હળવા પગલે વિદાય લીધી છે. રાજ્ય આરોગ્ય વિભાગે પણ કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ રસીના કુલ જથ્થામાંથી 25 ટકા જથ્થો ખાનગી હોસ્પિટલો અને ઉદ્યોગોને ફાળવી આપવામાં આવે છે. હાલમાં ખાનગી હોસ્પિટલો અને ઉદ્યોગોને કુલ મળીને 4,88,880 રસીના ડોઝ ફાળવી દેવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 324 રસીકેન્દ્રો પર 3,27,337 લોકોએ કોરોનાની રસી લીધી છે..અમદાવાદમાં 155 અને સુરતમા 70 જણાં એમ કુલ મળીને 225 જણાંએ સ્પુતનિક-વી રસી લીધી છે. પ્રથમ તબક્કામાં અમદાવાદ અને સુરતની ખાનગી હોસ્પિટલોને 1200 રસીના ડોઝ આપ્યા છે.
કોરોના મહામારીનો સામનો કરવા માટે હવે સ્પુતનિક-વી પણ ગુજરાતમાં આવી ગઈ છે. ત્યારે ગુજરાતમાં રસીકરણને વધુ વેગવાન બનાવવા આરોગ્ય વિભાગ સક્રિય બન્યુ છે.