Health Insurance Companies/ તમે પણ લીધી છે વીમા પોલિસી તો જાણો કંપનીઓ કેટલા દિવસમાં કરે છે સેટલમેન્ટ, રિપોર્ટમાં થયો ખુલાસો

જો તમે પણ કોઈ વીમા પોલિસી લીધી હોય તો તમારા માટે આ મહત્વપૂર્ણ સમાચાર છે, સ્વાસ્થ્ય વીમા પોલિસી હેઠળ, દર્દીની સારવાર પર ખર્ચવામાં આવેલી રકમ પરત મેળવવામાં સરેરાશ 20 થી 46 દિવસનો સમય લાગે છે

Trending Business
15 1 1 તમે પણ લીધી છે વીમા પોલિસી તો જાણો કંપનીઓ કેટલા દિવસમાં કરે છે સેટલમેન્ટ, રિપોર્ટમાં થયો ખુલાસો

જો તમે પણ કોઈ વીમા પોલિસી લીધી હોય તો તમારા માટે આ મહત્વપૂર્ણ સમાચાર છે.  સ્વાસ્થ્ય વીમા પોલિસી હેઠળ, દર્દીની સારવાર પર ખર્ચવામાં આવેલી રકમ પરત મેળવવામાં સરેરાશ 20 થી 46 દિવસનો સમય લાગે છે. ઈન્શ્યોરન્સ ટેક્નોલોજી પ્લેટફોર્મ સિક્યોર નાઉએ આ વિશે માહિતી આપી છે.

વીમા કંપનીઓને જલ્દી જ ક્લેમ વિશે જાણ કરવામાં આવે છે

કંપનીએ જણાવ્યું હતું કે તેના દ્વારા એકત્રિત કરવામાં આવેલ ઉદ્યોગ ડેટા એ પણ દર્શાવે છે કે દર્દીઓ વીમા કંપનીઓને દાવાઓની જાણ તત્કાલ કરે છે, જેમાંથી મોટાભાગની હોસ્પિટલમાં દાખલ થયાના એક સપ્તાહની અંદર સંબંધિત વીમા કંપનીઓને જાણ કરવામાં આવે છે.

કીમોથેરાપીમાં સૌથી ઓછા દિવસો લાગે છે

તેમાં કહેવામાં આવ્યું છે કે બીજી તરફ  વીમા કંપનીઓ સરેરાશ સાતથી 108 દિવસમાં ડિલિવરી કેસ સંબંધિત દાવાઓનું સમાધાન કરે છે. ઓપરેશન (સિઝેરિયન) દ્વારા ડિલિવરીના દાવાઓનું સમાધાન કરવામાં નવ દિવસથી 135 દિવસનો સમય લાગે છે. જયારે કીમોથેરાપીના કેસોમાં ઓછામાં ઓછા 12 થી 35 દિવસનો સમય લાગે છે.

1 કરોડના કરવામાં આવે છે દાવા

સિક્યોર નાઉના સહ-સ્થાપક કપિલ મહેતાએ જણાવ્યું હતું કે દર વર્ષે લગભગ એક કરોડ સ્વાસ્થ્ય વીમાના દાવા કરવામાં આવે છે. અભ્યાસ મુજબ, દાવા કરેલી રકમમાંથી લગભગ 13 થી 26 ટકા રકમ આખરે મંજૂર કરાયેલ દાવાની રકમમાંથી બાદ કરવામાં આવે છે. તેની પાછળનું કારણ ‘નોટ કવર્ડ વસ્તુઓ અને વહીવટી ખર્ચ’ હોવાનું કહેવાય છે.