અમદાવાદ
અમદાવાદના છારા નગરમાં પોલીસ અને સ્થાનિકો વચ્ચે થયેલા ઘર્ષણ મામલે આરોપીને મેટ્રો કોર્ટમાં હાજર કરવામાં આવ્યા. આરોપીઓને કોર્ટમાં હાજર કરાયા ત્યારે કોર્ટનુ વાતાવરણ ગર્માયુ. આરોપીઓના સમર્થનમાં મોટા પ્રમાણમાં આરોપીઓના સગા સબંધીઓ ઉપસ્થિત રહ્યા અને મેટ્રો કોર્ટમાં હોબાળો કર્યો. હોબાળો કરતા મામલો ગરમાયો હતો. આ મામલાને લઇને કોર્ટ પરિસરમાં પોલીસનો સઘન બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.
આ હુમલામાં પીએસઆઈ સાથે હુમલામાં 4 પોલીસકર્મી ઇજાગ્રસ્ત થયાં છે. તેમજ પીએસઆઈને સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. છારાનગરમાં ચાલતુ દારૂબંધીની રેડ કરવા ગયેલી પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. સમગ્ર વિસ્તારમાં 1 હજાર પોલીસનો કાફલો બંદોબસ્તમાં રાખવામાં આવ્યો હતો. સાથે જ પોલીસે 30 થી વધુ લોકોની અટકાયત કરી હતી.