Not Set/ બનાસકાંઠા/ વધુ બે કેનાલમાં ભ્રષ્ટાચારના ગાબડા, ઉભા પાક પર ફરી વળ્યું પાણી

વાવના અરજણપુરામાં કેનાલમાં 50 ફૂટનું ભંગાણ કુંડળિયા માઇનોરમાં પડ્યું 25  ફૂટનું ગાબડું ગાબડાંથી ખેતરમાં ઉભા પાકને નુકસાન વારંવાર ગાબડું પડવાથી ખેડૂતો પરેશાન બનાસકાંઠા જીલ્લામાં કેનાલમાં ગાબડા પાડવા હવે સામાન્ય વાત થી ગઈ છે. ખેડૂતને પરતા પ્રમાણમાં પાણી મળી રહે અને ખેતી સમૃદ્ધ બને તેવા ઉમદા હેતુ સાથે નાખવામાં આવેલી કેનાલ જ હવે ખેડૂતો માટે મોટી […]

Gujarat Others
bk 1 બનાસકાંઠા/ વધુ બે કેનાલમાં ભ્રષ્ટાચારના ગાબડા, ઉભા પાક પર ફરી વળ્યું પાણી
  • વાવના અરજણપુરામાં કેનાલમાં 50 ફૂટનું ભંગાણ
  • કુંડળિયા માઇનોરમાં પડ્યું 25  ફૂટનું ગાબડું
  • ગાબડાંથી ખેતરમાં ઉભા પાકને નુકસાન
  • વારંવાર ગાબડું પડવાથી ખેડૂતો પરેશાન

બનાસકાંઠા જીલ્લામાં કેનાલમાં ગાબડા પાડવા હવે સામાન્ય વાત થી ગઈ છે. ખેડૂતને પરતા પ્રમાણમાં પાણી મળી રહે અને ખેતી સમૃદ્ધ બને તેવા ઉમદા હેતુ સાથે નાખવામાં આવેલી કેનાલ જ હવે ખેડૂતો માટે મોટી આફત બનીને  ઉભી છે.

છેલ્લા 24 કલાકમાં બે કેનાલમાં  મસમોટા ગાબડા પડ્યા છે.  જેમાં વાવ તાલુકાના કુંડળીયા અને અરજણપુરા ગામની કેનાલમાં ગાબડા પડતા ખેડૂતોના ખેતરોના ઉભા પાક ઉપર પાણી ફરી વળ્યુ હતુ. સ્થાનિક ખેડુતોનો આક્ષેપ છે કે, નર્મદાના સત્તાધિશો અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી બનાવાયેલ કેનાલોમાં વારંવાર ગાબડાં પડી રહ્યા છે.

બનાસકાંઠા જીલ્લાના વાવ પંથકમાંથી પસાર થતી અરજણપુરા ગામની માઈનોર કેનાલમાં 50 ફૂટનું ગાબડું પડતા ખેતરોમાં પાણી ઘુસ્યા છે, તો બીજી તરફ કુંડળીયા ગામની ડિસ્ટ્રિક્ટ કેનાલમાં 25 ફૂટનું ગાબડું પડ્યું છે. કેનાલમાં ગાબડું પડતા ખેતરોમાં પાણી ઘુસતા ઉભા પાકને નુકસાન થઈ રહ્યુ છે. આ મામલે ખેડૂતો દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી છે તેમ છતા તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારથી કાર્યવાહી કરવામાં આવતી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.