Not Set/  સુરતમાં કોરોના બ્લાસ્ટ વચ્ચે આંબેડકર જયંતિની ઉજવણી, ભાજપના નેતાઓએ સોશિયલ ડિસ્ટન્સના ઉડાવ્યા ઘજાગરા

કોરોનાના કહેર વચ્ચે સુરતમાં રીંગ રોડ ઉપર ભાજપ દ્વારા આંબેડરની પ્રતિમાને હારતોરા કરીને ફોટોશૂટ કરવામાં આવ્યુ હ્તું.

Gujarat Surat
morvsa hadaf 2  સુરતમાં કોરોના બ્લાસ્ટ વચ્ચે આંબેડકર જયંતિની ઉજવણી, ભાજપના નેતાઓએ સોશિયલ ડિસ્ટન્સના ઉડાવ્યા ઘજાગરા

ગુજરાત રાજ્યમાં હાલમાં મેડીકલ કટોકટી જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. કોરોનાના ફેલાયેલ;અ અજગરી ભરડામાં મહાનગરોની સહીત નાના શહેરો સહીત ગામડાઓની હાલત પણ કફોડી બની છે. ત્યારે સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ ખરાબ હાલત સુરત અને અમદાવાદની બની છે, દવા અને ઇન્જેક્શન ની અછત વચ્ચે સુરત માં સ્મશાનમાં પણ લાંબુ વેઈટીંગ જોવા મળી રહ્યું છે. ત્યારે પણ પ્રસિદ્ધિ ભુખ્યા નેતાઓ સુધારવાનું નામ નથી લઈ રહ્યા.

કોરોનાના કહેર વચ્ચે સુરતમાં રીંગ રોડ ઉપર ભાજપ દ્વારા આંબેડરની પ્રતિમાને હારતોરા કરીને ફોટોશૂટ કરવામાં આવ્યુ હ્તું. ભાજપના નેતાઓએ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવ્યા હતા. આ કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ, મેયર અને શહેરના ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે કોરોના ના કહેરને જોતા હાલમાં કડકાઈ પૂર્વક કોરોના ગાઈડલાઈન્સ નું પાલન કરવામાં આવી રહ્યું છે. અને રાજ્યમાં ઘણા શહેરોમાં રાત્રી કર્ફ્યું નાખી દેવામાં આવ્યો છે. ત્યાં સત્તાધારી પાર્ટી દ્વારા જ આવા કાર્યક્રમ કેટલા યોગ્ય છે. શું કોરોનાના નિયમો માત્ર સામાન્ય નાગરિકોને જ  લાગુ પડે છે. કોરોના માણસનો હોદ્દો જોઈ ને તો આવતો નથી. ભાજપ અને કોંગ્રેસ બંને પોતાના સાંસદ ગુમાવી ચુકી છે. છતાય હજુ પણ સત્તાના નશામાં ચુર નેતાઓ વારંવાર જાતે જ બનાવેલી ગાઈડલાઈન નું ઉલ્લંઘન કરતા જોવા મળી રહ્યા છે.