Junagadh/ ભેસાણ આંગણવાડીનું બકડીયા કૌભાંડ ફરી ધૂણ્યું

ત્રણ વર્ષ પહેલા ભેસાણ CDPO કીર્તિ ઠાકરના બકડિયા અને તવિથા જાતે ખરીદી કરી બહેનોને આપવામાં આવતા હતા.

Gujarat
YouTube Thumbnail 2023 12 09T152928.876 ભેસાણ આંગણવાડીનું બકડીયા કૌભાંડ ફરી ધૂણ્યું

જૂનાગઢ: ભેસાણના ચર્ચીત આંગણવાડીનું બકડીયા કૌભાંડ ફરી ચર્ચામાં આવ્યું છે. આંગણવાડીના કર્મચારીઓને બકડીયા લેવા માટે CDPOએ દબાણ કર્યું હોવાનું સામે આવ્યું છે. જેના પગલે તત્કાલીન CDPO કીર્તિ ઠાકર સામે તપાસ કરૂ કરી દેવામાં આવી છે. આ મામલાની તપાસ માટે ગાંધીનગર અને રાજકોટની ટીમ જૂનાગઢ પહોંચી છે.

ઉલ્લેખનીય છે કે, ત્રણ વર્ષ પહેલા ભેસાણ CDPO કીર્તિ ઠાકરના બકડિયા અને તવિથા જાતે ખરીદી કરી બહેનોને આપવામાં આવતા હતા .ત્યારે આ બકડિયાં કૌભાંડની જાગૃત નાગરિકને જાણ થતા સમગ્ર કૌભાંડ આવ્યું સામે આંગણવાડી બહેનોના ખાતામાં પાંચસો(૫૦૦) રૂપિયા જમા કરાયા હતા. આ મામલે 19થી વધુ સંચલિકાના નિવેદનો પણ લેવામાં આવ્યા છે અને નિવેદનો અને સ્થળ તપાસ બાદ રિપોર્ટ તૈયાર કરવામાં આવશે.


આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો: