Topper Scam/ બિહાર ટોપર કૌંભાડના આરોપી બચા રાયના પરિસર પર EDના દરોડા

2016માં વૈશાલી જિલ્લાના ભગવાનપુરની વિશુન રાય મહાવિદ્યાલયની વિદ્યાર્થીની રૂબી રાયના એક ઇન્ટરવ્યુ બાદ કોલેજમાં ચાલતું ટોપર કૌભાંડ સામે આવ્યું.

Top Stories India
મૃત્યુદરમાં થશે ઘટાડો 47 બિહાર ટોપર કૌંભાડના આરોપી બચા રાયના પરિસર પર EDના દરોડા

બિહારના ટોપર કૌભાંડ (topper scam)ના આરોપી ભગવાનપુર નિવાસી અમિત કુમાર ઉર્ફે બચા રાયના બે સ્થળો પર ED દરોડા પાડી રહી છે. શનિવારે પણ  EDના દરોડા ચાલુ છે. સવારે, બચા રાયના ભગવાનપુરમાં કિરતપુર રાજારામ સ્થિત વિશુન રાય કોલેજ અને વિશુન રાય ટીચર ટ્રેનિંગ કોલેજમાં દરોડા પાડવામાં આવ્યા. EDના ઘણા વરિષ્ઠ અધિકારીઓ બંને સંસ્થાઓમાં સઘન તપાસ કરી રહ્યા છે.

EDએ બિહારના ટોપર એજ્યુકેશન કૌભાંડ (topper scam)ના આરોપી અમિત કુમાર ઉર્ફે બચા રાયની લગભગ 42 દશાંશ જમીન જપ્ત કરી હતી. જપ્ત કરવામાં આવેલી જમીન બચા રાય દ્વારા લેવામાં આવી હતી. કબજે કર્યા પછી, ઇડીએ ભગવાનપુર પોલીસ સ્ટેશનને જપ્ત કરેલી જમીન ખાલી કરવા વિનંતી કરી હતી. છતાં પણ આરોપી દ્વારા જમીન ખાલી ના કરાતા EDએ કાર્યવાહી કરી. નોંધનીય છે કે EDએ 18 નવેમ્બરે ભગવાનપુર પોલીસ સ્ટેશનમાં બચ્ચા રાય વિરુદ્ધ જમીન હડપ કરવાના આરોપમાં FIR દાખલ કરી હતી. જે બાદ શનિવારે સવારે EDએ અમિત કુમાર ઉર્ફે બચા રાયના બે સ્થળો પર દરોડા પાડવાનું શરૂ કર્યું હતું.

2016માં વૈશાલી જિલ્લાના ભગવાનપુરની વિશુન રાય મહાવિદ્યાલયની વિદ્યાર્થીની રૂબી રાયે ઇન્ટર આર્ટ્સની પરીક્ષામાં ટોપ કરતા કોલેજ ચર્ચામાં આવી હતી. કેમકે ટોપર વિદ્યાર્થીનીએ એક મીડિયા ઈન્ટરવ્યુમાં પોતાના વિષય પોલિટિકલ સાયન્સને ‘પ્રેક્ટિકલ સાયન્સ’ ગણાવતા કહ્યું કે તેમાં રસોઈ શીખવવામાં આવે છે. આ ઇન્ટરવ્યુ બાદ કોલેજની નીતિ અને પદ્ધતિ પર સવાલ ઉઠવા લાગ્યા હતા. આ મામલે સરકારે તપાસ સમિતિની રચના કરી હતી. જેમાં ટોપર કૌભાંડ (topper scam)નો પર્દાફાશ થયો હતો. આ ટોપર કૌભાંડમાં બચ્ચા રાયની મુખ્ય ભૂમિકા હોવાનું સામે આવ્યું. જેના બાદ પોલીસે બચા રાયની ધરપકડ કરી હતી, જો કે હાલમાં બચા રાય જામીન પર બહાર છે.


આ પણ વાંચો :

આ પણ વાંચો :

આ પણ વાંચો :