Not Set/ મુંબઇ: સીએમ દેવેન્દ્ર ફડણવીસની ઘોષણા- બ્રીજ અકસ્માતમાં મૃત્યુ પામનારના પરિવારને 5 લાખ અને ધાયલને મળશે 50 હજાર

મુંબઇ, મુંબઈના છત્રપતિ શિવાજી ટર્મિનસ નજીક ફુટ ઓવરબ્રીજ અકસ્માતના ભોગ બનેલાઓના પરિવારને રાજ્ય સરકારે વળતરની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ ઘટના સ્થળની મુલાકાત લીધા પછી આ જાહેરાત કરી હતી. તેમણે મૃતકના પરિવાર માટે પાંચ લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તોને પચાસ હજાર રૂપિયાની જાહેરાત કરી હતી. આ માહિતી મુખ્યમંત્રી કાર્યાલયના સત્તાવાર ટ્વિટર હેન્ડલ દ્રારા આપવામાં […]

Top Stories India Trending
ppl 10 મુંબઇ: સીએમ દેવેન્દ્ર ફડણવીસની ઘોષણા- બ્રીજ અકસ્માતમાં મૃત્યુ પામનારના પરિવારને 5 લાખ અને ધાયલને મળશે 50 હજાર

મુંબઇ,

મુંબઈના છત્રપતિ શિવાજી ટર્મિનસ નજીક ફુટ ઓવરબ્રીજ અકસ્માતના ભોગ બનેલાઓના પરિવારને રાજ્ય સરકારે વળતરની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ ઘટના સ્થળની મુલાકાત લીધા પછી આ જાહેરાત કરી હતી. તેમણે મૃતકના પરિવાર માટે પાંચ લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તોને પચાસ હજાર રૂપિયાની જાહેરાત કરી હતી. આ માહિતી મુખ્યમંત્રી કાર્યાલયના સત્તાવાર ટ્વિટર હેન્ડલ દ્રારા આપવામાં આવી છે. જેમાં મુખ્યમંત્રી દ્વારા જાહેર કરવામાં આવેલી નાણાકીય સહાયની જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકારે કહ્યું છે કે તે ઈજાગ્રસ્ત લોકોના તમામ ખર્ચાઓને પોતે જ લેશે.

મુંબઇમાં છત્રપતિ શિવાજી ટર્મિનસ નજીક ફુટ ઓવરબ્રીજ પડી ગયો છે. અકસ્માતમાં છ લોકો માર્યા ગયા હતા અને 33 ઘાયલ થયા હતા. મુંબઇ પોલીસના પીઆરએ જણાવ્યું હતું કે અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે. જણાવીએ કે જ્યારે ફૂટ ઓવરબ્રીજ પર અકસ્માત થયો ત્યારે ઘણા લોકો હતા, કારણ કે આ બધા લોકો ઓફિસથી પરત ઘરે જઈ રહ્યા હતા. મુંબઇ પોલીસે જણાવ્યું હતું કે, “ફૂટ ઓવરબ્રીજ, જે સીટીએસ પ્લેટફોર્મ નંબર બીટી લેનને એક સાથે જોડે છે, પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. ફૂટ ઓવરબ્રીજ અકસ્માતને લીધે ટ્રાફિક પણ પ્રભાવિત થયું છે. તો, મુસાફરોને વૈકલ્પિક માર્ગોમાંથી જવા માટે કહેવામાં આવ્યું છે.

વરિષ્ઠ અધિકારીઓ અકસ્માત સ્થળ પર પણ પહોંચ્યા છે. સીએસટી રેલવે સ્ટેશનની બહાર અકસ્માત થયો. માહિતી અનુસાર, લગભગ 23 લોકોને સેન્ટ જ્યોર્જ અને જીટી હોસ્પિટલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

પીએમ મોદી અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે પણ  અકસ્માતમાં પોતાનું જીવન ગુમાવનારાઓ પ્રત્યે દિલસોજી પાઠવી હતી.વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરતા કહ્યું કે “મુંબઈમાં ફૂટઓવર બ્રિજ અકસ્માતમાં જે લોકોએ જીવ ગુમાવ્યા છે તેમના માટે મને દુઃખની લાગણી છે.મારી લાગણીઓ શોકાતુર પરિવારો સાથે છે. ઈજાગ્રસ્ત ઝડપથી સાજા થઈ જાય તેવી કામના.

દેવેન્દ્ર ફડનવીસે કહ્યું, “મને મુંબઈમાં ફૂટઓવર દુર્ઘટનાના સમાચાર સાંભળી દુઃખ થાય છે. બીએમસી કમિશનર અને મુંબઈ પોલીસ અધિકારીઓ સાથે વાતચીત કરી હતી અને રેલવે મંત્રાલયના અધિકારીઓ સાથે રાહત કાર્ય ઝડપી બનાવવા માટે સૂચના આપી હતી.