Not Set/ કપૂર ફેમિલીમાં ફુટયો કોરોના બોમ્બ, બોલિવૂડ એકટર અર્જુન કપૂર અને તેની બહેન કોરોના પોઝિટિવ

કોરોનાનું સંક્રમણ બોલિવૂડ સુધી પહોંચી ગયું છે. બોલિવૂડ એક્ટર અર્જુન કપૂર અને તેની બહેન અંશુલા કોરોના પોઝિટિવ હોવાનુ સામે આવ્યુ છે. રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ બન્નેને ક્વોરેન્ટિન કરવામાં આવ્યા છે.

Top Stories Entertainment
અર્જુન કપૂર કોરોના પોઝિટિવ
  • કપૂર ફેમિલીમાં ફુટયો કોરોના બોમ્બ
  • બોલિવુડ એકટર અર્જુન કપૂરને કોરોના
  • અર્જુન કપૂરની બહેન અંશૂલા કપૂરને કોરોના
  • અનિલ કપૂરની પુત્રી અને જમાઇને પણ કોરોના
  • પુત્રી રિયા અને જમાઇ કરણ બુલાનીને કોરોના
  • કરિશ્મા કપૂરની ક્રિસમસ પાર્ટીમાં થયા હતા સામેલ
  • તમામને સંક્રમિતોને હોમ કવોરોન્ટાઇન કરાયા

કોરોનાનું સંક્રમણ બોલિવૂડ સુધી પહોંચી ગયું છે. બોલિવૂડ એક્ટર અર્જુન કપૂર અને તેની બહેન અંશુલા કોરોના પોઝિટિવ હોવાનુ સામે આવ્યુ છે. રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ બન્નેને ક્વોરેન્ટિન કરવામાં આવ્યા છે અને તેઓએ તેમના સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવા અપીલ કરી છે.

11 2021 12 29T142748.201 કપૂર ફેમિલીમાં ફુટયો કોરોના બોમ્બ, બોલિવૂડ એકટર અર્જુન કપૂર અને તેની બહેન કોરોના પોઝિટિવ

આ પણ વાંચો – Birthday / ટ્વિંકલના બર્થ-ડે પર પતિ અક્ષય કુમારે ખાસ રીતે કર્યું વિશે, અભિનેત્રીએ આપી આવી પ્રતિક્રિયા

આપને જણાવી દઇએ કે, અર્જુન કપૂરને સપ્ટેમ્બર 2020માં પહેલીવાર કોરોના થયો હતો અને તે પછી તે ઠીક પણ થઇ ગયો હતો, જ્યારે એક વર્ષ પછી તે ફરીથી કોરોના પોઝિટિવ થયો છે. અર્જુન કપૂરની સાથે રિયા કપૂર, કરણ બુલાની, અંશુલા કપૂરનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલમાં તેઓ આઈસોલેશનમાં છે અને ડોક્ટર્સ તેમની સારવાર કરી રહ્યા છે. સપ્ટેમ્બર 2020 નાં રોજ કોવિડ -19 પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ અર્જુને સત્તાવાર નિવેદન જારી કર્યું હતું. પછી તેણે લખ્યું, “તમારા બધાને જાણ કરવાની મારી ફરજ છે કે મારો કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું સારુ અનુભવી રહ્યો છું અને હું એસિમ્પટમેટિક છું. મેં ડોક્ટર્સ અને અધિકારીઓની સલાહ પર પોતાને ઘરે અલગ કરી દીધેલ છે અને હું હોમ ક્વોરેન્ટિનમાં રહીશ. તમારા સમર્થન માટે હું તમારા બધાનો અગાઉથી આભાર માનું છું અને આવનારા દિવસોમાં હું તમને બધાને મારા સ્વાસ્થ્ય વિશે અપડેટ રાખીશ. આ અસાધારણ અને અભૂતપૂર્વ સમય છે અને મને વિશ્વાસ છે કે સમગ્ર માનવતા આ વાયરસ પર જીત મેળવી લેશે… ખૂબ પ્રેમ, અર્જુન.

11 2021 12 29T142557.868 કપૂર ફેમિલીમાં ફુટયો કોરોના બોમ્બ, બોલિવૂડ એકટર અર્જુન કપૂર અને તેની બહેન કોરોના પોઝિટિવ

આ પણ વાંચો – Covid-19 / થઇ જજો સાવધાન! આવી રહી છે મુસિબત, દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા આટલા કેસ

બીજી તરફ રિયા કપૂર અને કરણ બુલાની પણ કોરોનાની ઝપટમાં આવી ગયા છે. જ્યારે કરીના અને અમૃતાનાં કોરોના પોઝિટિવ હોવાના સમાચાર આવ્યા ત્યારે રિયા કપૂરનું નામ પણ ચર્ચામાં હતું. જણાવી દઇએ કે, રિયાએ તેના ઘરે ગેટ-ટુ-ગેધર પાર્ટી રાખી હતી, ત્યારબાદ સેલેબ્સનાં કોરોના સંક્રમિત થવાની પ્રક્રિયા શરૂ થઈ હતી. તે સમયે રિયાએ તેનો ટેસ્ટ કરાવ્યો અને તે નેગેટિવ આવી હતી. મલાઈકાએ સાવચેતીનાં ભાગરૂપે પોતાનો ટેસ્ટ પણ કરાવ્યો હતો. ગત વખતે કોરોનાથી બચ્યા બાદ આ વખતે રિયા કોરોનાથી બચી શકી નથી.