National/ શા માટે પ્રધાનમંત્રી મોદીના કાફલામાં સામેલ કરવામાં આવી મર્સિડીઝ-મેબેક ? કારની કિંમતને લઇને પણ સામે આવ્યો ખુલાસો

સુરક્ષા સંબંધિત સામાનોની ખરીદીનો નિર્ણય સુરક્ષા પ્રાપ્ત વ્યકિત માટે જોખમની સંભાવનાને ધ્યાનમાં રાખીને કરાતો હોય છે.

Top Stories India
Untitled 85 14 શા માટે પ્રધાનમંત્રી મોદીના કાફલામાં સામેલ કરવામાં આવી મર્સિડીઝ-મેબેક ? કારની કિંમતને લઇને પણ સામે આવ્યો ખુલાસો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાફલામાં મર્સિડીઝ મેબેકને શામેલ કરવામાં આવી છે.. આ કાર સુરક્ષાના દ્રષ્ટિકોણથી ખુબજ દમદાર છે. તેની કિંમતને લઇને જાત-જાતની અટકળો લગાવવામાં આવી રહી છે. સરકારી સુત્રોએ બુધવારે આ મામલે જાણકારી આપતા કહ્યું કે આ કાર બીએમડબલ્યુના સ્થાને શામેલ કરાઇ છે. સુત્રોએ એમ પણ કહ્યું કે પીએમ મોદી બીએમડબલ્યુની જે કારનો ઉપયોગ કરતા હતા તે કંપનીએ તે મોડલને બનાવવાનું બંધ કરી દીધું છે.

ન્યૂઝ એજન્સી પીટીઆઇના એક રિપોર્ટ અનુસાર એક અધિકારીક સુત્રએ કહ્યું કે મીડિયાની અટકળોની તુલનામાં કારોની કિંમત ખુબજ ઓછી છે. તેમણે કહ્યું કે વાસ્તવિક કિંમત મીડિયામાં જે કિંમત બતાવવામાં આવી રહી છે તેના ત્રીજા ભાગની છે. મહત્વપૂર્ણ છે કે મેબેક કારની કિંમત પહેલા 12 કરોડ રૂપિયા કહેવામાં આવી હતી.

આ  પણ  વાંચો:Covid-19 / આ દેશમાં કોરોનાથી સંક્રમિત હેલ્થ વર્કર્સ કામ કરવા મજબૂર, સ્થિતિ બની કફોડી

અધિકારીક સુત્રોએ કહ્યુ કે એસપીજી સુરક્ષા વિવરણમાં સુરક્ષા માટે ઉપયોગમાં લેવાયેલા વાહનોને છ વર્ષમાં બદલવાના હોય છે. પીએમ મોદી છેલ્લા આઠ વર્ષોથી એ જ કારોનો ઉપયોગ કરી રહ્યા હતા. .ઓડિટ રિપોર્ટમાં આ વાતને લઇને આપત્તિ દર્શાવાઇ હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ હતું કે સુરક્ષા મેળવનારા વ્યક્તિના જીવન સાથે સમજુતી કરવામાં આવી રહી છે.

આપને જણાવી દઇએ કે સુરક્ષા સંબંધિત સામાનોની ખરીદીનો નિર્ણય સુરક્ષા પ્રાપ્ત વ્યકિત માટે જોખમની સંભાવનાને ધ્યાનમાં રાખીને કરાતો હોય છે. આ નિર્ણય સુરક્ષા પ્રાપ્ત કરનાર વ્યક્તિની સલાહ લીધા વગર સ્વતંત્રરૂપે કરવામાં આવે છે. સુત્રોનું માનીએ તો એસપીજીની સુરક્ષા પ્રાપ્ત કરનાર વ્યક્તિઓના કાફલામાં શામેલ કારની વિશેષતાઓ પર વ્યાપક ચર્ચા રાષ્ટ્ર હિતમાં નથી..તેનાથી સુરક્ષા પ્રાપ્ત કરનાર વ્યક્તિના જીવનને જોખમ ઉભું થાય છે. અધિકારીઓએ ભારપૂર્વક એમ પણ કહ્યું કે પ્રધાનમંત્રી મોદીએ આ મામલે કોઇ એવું સૂચન નથી કર્યું કે કઇ કારનો ઉપયોગ કરવામાં આવે..

આ પણ વાંચો:Covid-19 / આ દેશમાં કોરોનાથી સંક્રમિત હેલ્થ વર્કર્સ કામ કરવા મજબૂર, સ્થિતિ બની કફોડી