Redevelopment/ અમદાવાદમાં રત્નમણિના સોસાયટીના રિડેવલપમેન્ટ સામેની વાંધા અરજી ફગાવી દેવાઈ

અમદાવાદમાં ઘાટલોડિયામાં રત્નમણિ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના રિડેવલપમેન્ટ સામેની સ્થાનિક રહીશોની વાંધાઅરજી ગુજરાત હાઇકોર્ટની ડિવિઝન બેન્ચે ફગાવી દીધી છે.

Top Stories Ahmedabad Gujarat
YouTube Thumbnail 26 અમદાવાદમાં રત્નમણિના સોસાયટીના રિડેવલપમેન્ટ સામેની વાંધા અરજી ફગાવી દેવાઈ

અમદાવાદ: અમદાવાદમાં ઘાટલોડિયામાં રત્નમણિ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના રિડેવલપમેન્ટ સામેની સ્થાનિક રહીશોની વાંધાઅરજી ગુજરાત હાઇકોર્ટની ડિવિઝન બેન્ચે ફગાવી દીધી છે.

ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે શુક્રવારે ઘાટલોડિયામાં રત્નમણિ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના રિડેવલપમેન્ટને લીલી ઝંડી આપતા હાઇકોર્ટના સિંગલ જજના આદેશ સામેની અપીલ ફગાવી દીધી હતી.

ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સુનીતા અગ્રવાલની આગેવાની હેઠળની બેન્ચે રત્નમણિ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના 15 સભ્યો દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલને ફગાવી દીધી હતી. આ અરજદારો વિવિધ આધારો પર રિડેવલપમેન્ટ સ્કીમનો વિરોધ કરી રહ્યા હતા.

કોર્ટે સિંગલ જજના આદેશને માન્ય રાખ્યો અને જણાવ્યું હતું કે રિડેવલપમેન્ટ સ્કીમ તે કાયદાકીય જરૂરિયાતોને સંતોષે છે કે સોસાયટીના 75%થી વધુ સભ્યોએ આ યોજના માટે સંમતિ આપવી જોઈએ. આ કિસ્સામાં, લગભગ 84% સભ્યોએ સોસાયટીના રિડેવલપમેન્ટ માટે સંમતિ આપી હતી. રત્નમણિ કોઓપરેટિવ હાઉસિંગ  સોસાયટી 1981માં બની હતી.


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ